આસિત મોદી વિરુદ્ધ કેસ જીત્યા બાદ જેનીફરે ચિમકી આપી દીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/Asit-Modi-1024x576.jpg)
મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશમા શોમાં મિસીઝ સોઢીનો રોલ ભજવીને ઘેર-ઘેર ફેમસ થયેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો મેકર આસિત મોદીના ખરાબ વર્તનના કારણે શો છોડવો પડ્યો હતો. તેમજ તેણે આસિત મોદી વિરુદ્ધ ઉત્પીડનનો કેસ પણ દાખલ કર્યો હતો. કોર્ટે આ મામલે ૪૦ દિવસ પહેલાં જેનિફર મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જોકે, જેનિફર આ કેસ જીત્યા બાદ પણ ખુશ નથી.
જો કે, આ ચુકાદો આવ્યા બાદ જેનીફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ દ્વારા એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે આ કેસ જીતવા પર તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત આ કેસમાં જે ચુકાદો આવ્યો છે, તેના પર વાત કહી છે.
અભિનેત્રીએ કહ્યું આ અહીંથી પુરુ થતું નથી, કેમ કે હું મહારાષ્ટ્ર ગર્વમેન્ટની કમિટી જે આ કેસને હેન્ડલ કરી રહી હતી, તેના આ ચુકાદાને સ્વીકારતી નથી.
આ ચુકાદામાં મને પાંચ લાખનું વળતર આપવાની વાત કહેવામાં આવી છે, જો કે મારુ અમાઉન્ટ મેં હજુ સુધી માગ્યું જ નથી, અને વળતરની તો કોઈ વાત જ નથી, મેં ક્યારેય કહ્યું પણ નથી. પણ જે દોષિત છે, તેમને સજા મળી જોઈએ, કેમ કે ચુકાદામાં ફક્ત આસિતજીને વળતર માટે કહેવામાં આવ્યું છે, જેમાં સોહેલ અને જતિનનો ક્યાંય ઉલ્લેખ જ નથી.
હું રાહ જોઈ રહી છું કે આ ત્રણેયને કડકમાં કડક સજા થાય, જે પણ હું મારા તરફથી કરી શકું છું, કોર્ટમાં જઈને, તે કરીશ. હું ૨૪ માર્ચ હોળીના એક દિવસ પહેલા ૩ વાર પોલીસ સ્ટેશનમાં જઈ છું, મારી દસ વર્ષની છોકરીને એકલી ઘરમાં મુકીને હું અને મારો પતિ ગયા.
ત્યાં તેઓ ટેનિશ મેચ રમી રહ્યા છે, આમથી તેમ મોકલે છે, અમુક પોલીસના ટ્રાંસફર થઈ ગયા હોવાના બહાના બનાવતા હોવાના આરોપ લગાવ્યો છે.
કોઈ મને જવાબ આપતા નથી, ચાર્જશિટ ફાઈલ થઈ નથી. હું એ જાણવા માગું છું કે, ચાર્જશિટ ફાઈલ થાય. હું હવે છોડીશ નહીં, પિક્ચર અભી બાકી હેં મેરે દોસ્ત. જેનિફરે જણાવ્યું કે, કોર્ટનો ચુકાદો આવ્યાને ૪૦ દિવસ વીતી ચુક્યા છે, પરંતુ હજી સુધી પ્રોડક્શન હાઉસે બાકી મહેનતાણું નથી ચુકવ્યું.” એક્ટ્રેસે જણાવ્યું કે, ‘શોમાં મહિનાઓ સુધી કરેલી મહેનતના પૈસા મને હજી સુધી નથી મળ્યા.
હું ન્યાયની આશા સાથે કોર્ટમાં પહોંચી હતી, પરંતુ વર્ષ વીત્યા બાદ પણ પૈસા નથી મળ્યા. હજી સુધી ન્યાયથી વંચિત છું. જેનિફર મિસ્ત્રીએ આસિત મોદી ઉપરાંત સોહેલ અને જતીન વિરુદ્ધ પણ કેસ કર્યો હતો. તેમાંથી એકને પણ હજી સુધી સજા નથી થઇ.
એક્ટ્રેસે ચુકાદાને લઈને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચુકાદા દરમિયાન સોહેલ અને જતીન હાજર નહોતા. હું નાખુશ છું. લોકલ કમિનીટ નિર્ણય આપી ચુકી છે કે મને મારી મહેનતના પૈસા મેળવવાનો હક છે. એ સાબિત થઇ ચૂક્યું છે કે આસિત મોદી ઉત્પીડન મામલે ગુનેગાર છે. આ કોઈ નવી વાત નથી.
હું શરૂઆતથી જ બધું જાણતી હતી, પરંતુ ત્રણેય આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેનિફર પોતાની તકલીફો અંગે કહ્યું કે, તે એક વર્ષથી આઘાતમાં છે અને ત્રણેય આરોપી બેદરકારીથી ફરે છે. તે કહે છે કે, ‘કેસ પર નિર્ણયથી સાફ થઇ ગયું છે કે હું ન તો કોઈ ખોટી વાત કરી રહી હતી કે ન તો બનાવટી વાર્તા સંભળાવી રહી હતી.SS1MS