Western Times News

Gujarati News

ફરીવખત ૪૦ કરોડ યુઝર્સના ટિ્‌વટર ડેટા લીક થયા

નવી દિલ્હી, ટિ્‌વટરના લગભગ ૪૦ કરોડ યુઝર્સના ડેટા એક હેકરે હૈક કરી લીધા છે. તેમાં મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાંસ્ટીંગ અને બોલીવૂડ એક્ટર સલમાન ખાન સહિત WHO અને NASAના ડેટા સામેલ છે.

હૈકરે યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં નાખ્યા છે અને ડીલની માગણી કરી છે. સબૂત તરીકે હૈકરે લોકોના મોબાઈલ નંબર, ઈમેલ, ફોલોઅર્સની સંખ્યા વગેરેની જાણકારી પણ ડાર્ક વેબ પર આપી છે.

હૈકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ટિ્‌વટર અથવા એલન મસ્ક જે પણ વાંચી રહ્યા છે, આપ પહેલા ૫.૪થી વધારે યુઝર્સના ડેટા લીક થવા પર GDPRના દંડનું રિસ્ક લો. ત્યારે આવા સમયે જાે હવે આપ ૪૦ કરોડ યુઝર્સના ડેટા લીક થવાના દંડ વિશે વિચારજાે. તેની સાથે જ હૈકરે ડેટાને વેચવાની પણ કેટલીય ડીલ આપી છે. તેણે કહ્યું કે, તે કોઈ વચેટિયા દ્વારા ડીલ કરવા માટે તૈયાર છે.

આ દરમિયાન એક્સપર્ટનું કહેવું છે કે, આ ડેટા લીક APIમાં આવેલી કોઈ કમીના કારણે હોઈ શકે છે. ડેટા લીકનો આ મામલો પહેલો નથી. આ અગાઉ પણ ટિ્‌વટરના ૫.૪ કરોડ યુઝર્સના ડેટા હૈકર્સે ચોરી કરી લીધા હતા.

જાણકારી અનુસાર, આ ડેટાને ઈંટરનલ બગના કારણે ચોરી કરવામાં આવ્યા હતા. હાલમાં ડેટા લીકની તપાસ ચાલી રહી છે, જેની ઘોષણ આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમીશને કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.