ઈટી એડ્જ બ્રાન્ડ કોન્ક્લેવમાં એજીએલ ટાઇલ્સને શ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે સતત બીજા વર્ષે સન્માનિત કરવામાં આવી
ઈટી એડ્જબ્રાન્ડ કોન્ક્લેવ ખાતેની માન્યતા નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત પ્રેક્ટિસીસ પ્રત્યે એજીએલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે
અમદાવાદ, ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીએલ)ને 21 ડિસેમ્બર, 2023ના રોજ સહારા સ્ટાર, મુંબઈ ખાતે આયોજિત ઈટી એડ્જબેસ્ટ બ્રાન્ડ્સ કોન્ક્લેવની છઠ્ઠી આવૃત્તિમાં શ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત માન્યતા એજીએલને તેના ઉત્કૃષ્ટ યોગદાન અને ઉદ્યોગમાં શ્રેષ્ઠતા માટે સતત પ્રતિબદ્ધતાની સ્વીકૃતિમાં એનાયત કરવામાં આવી હતી. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ભાવેશ પટેલે સમગ્ર કંપની વતી આ સન્માનને સ્વીકારી, નવીનતા અને ગ્રાહક મૂલ્ય પ્રત્યેના તેમના સમર્પણને માન્યતા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
એજીએલ ટાઇલ્સે સતત બીજા વર્ષે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરી છે અને આ સન્માન હાંસલ કરનારી પસંદગીની કેટલીક બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.આ વિશેષ સન્માન સમારંભમાં જાણીતા ભારતીય ઉદ્યોગપતિ અને લેખક શ્રી આર. ગોપાલકૃષ્ણન ઉપસ્થિત રહ્યા હતા જેમણે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના શ્રી ભાવેશ પટેલને બેસ્ટ બ્રાન્ડ મોમેન્ટો અર્પણ કર્યો હતો.
ઈટી એડ્જબ્રાન્ડ કોન્ક્લેવ ખાતેની માન્યતા નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત પ્રેક્ટિસીસ પ્રત્યે એજીએલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કંપની પરિવર્તનાત્મક પહેલોમાં મોખરે રહી છે જે ન કેવળ ઉદ્યોગના માપદંડોને પુનઃવ્યાખ્યાયિત કરે છે પરંતુ ટકાઉ વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, “આ માન્યતા એ ટીમની શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસનો પુરાવો છે. અમે આ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ બ્રાન્ડની ઓળખ મેળવવા માટે સન્માનિત અને ગર્વાન્વિત છીએ. આ માન્યતા અમારી ટીમના સામૂહિક પ્રયાસો અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને સેક્ટરમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તથા ગ્રાહકોને સતત નવીનતા અને મૂલ્ય પૂરું પાડવા દ્વારા અમને નવીનતા અને શ્રેષ્ઠતાની અમારી સફર ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે.”
બે દાયકાના ટૂંકા ગાળામાં, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. કંપની ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, સેનિટરીવેર અને ફોસેટ્સની રેન્જનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપની પાસે 235થી વધુ એક્સક્લુઝિવ ફ્રેન્ચાઈઝી શોરૂમ્સ, 11 કંપનીની માલિકીના ડિસ્પ્લે સેન્ટર અને ભારતમાં ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર્સ અને સબ-ડીલર્સ સહિત 14,000થી વધુ ટચપોઈન્ટ્સ સાથે સમગ્ર ભારતમાં વ્યાપક માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. કંપની 100થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે.
કંપની ટાઇલ્સ સેગમેન્ટમાં 4,300થી વધુ એસકેયુ, બાથવેર અને ફોસેટ્સમાં 1,100થી વધુ એસકેયુ અને એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ સ્ટોનમાં 97થી વધુ એસકેયુ ઓફર કરે છે. વર્ષોથી, કંપનીએ ઉત્પાદન ક્ષમતાઓ, પ્રોડક્ટ પોર્ટફોલિયો, વિતરણ નેટવર્ક અને વૈશ્વિક પહોંચના વિસ્તરણમાં ભારે રોકાણ કર્યું છે. આ પ્રતિબદ્ધતાના પગલે તે સતત વૃદ્ધિના માર્ગે આગળ વધી છે અને કંપની ભારતની અગ્રણી સિરામિક ટાઇલ્સ કંપનીઓમાં સ્થાન મેળવી શકી છે અને વૈશ્વિક બજારોમાં એક ઉભરતી બ્રાન્ડ છે.