Western Times News

Gujarati News

આગ્રાથી બસ હાઇજેક થઈઃ 15 કલાક બાદ ઈટાવાથી મળી

બદમાશોએ ડ્રાઇવર-કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા, બસ હાઈજેક બાદ પોલીસ દોડતી થઈ

આગ્રા, તાજ નગરી આગ્રામાં મંગળવારે મોડી રાત્રે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક કરી દીધી. બસ હાઇજેકની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડાદોડી થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી. ઘટના બુધવાર વહેલી પરોઢની છે. મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. મળતી માહિતી મુજબ બસમાં ૩૪ મુસાફરો સવાર છે. ડ્રાઇવર અને કંડક્ટરની સૂચના બાદ પોલીસ દોડતી થઇ ગઈ છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં આશરે 15 કલાકની સનસનાટીભર્યા બાદ આખરે હાઇજેક બસ મળી આવી છે. બુધવારે બપોરે સાડા એક વાગ્યે ઇટાવાના બલેઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લખારે કુઆણ ખાતેના ઢાબા ઉપર હાઇજેક બસ  મળી આવી હતી અને તમામ પેસેન્જરો સુરક્ષિત છે.

બીજી તરફ, સમાચાર બહાર આવ્યા બાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે બસ માલિકે લોનના હપ્તા નહોતા ચૂકવ્યા. ત્યારબાદ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારી મુસાફરો ભરેલી બસને લઈને જતા રહ્યા. પોલીસ મુજબ, ડ્રાઇવર અને કંડક્ટરરે જણાવ્યું કે, ચાર લોકો હતા જે પોતાને ફાઇનાન્સ કંપનીના કર્મચારી કહી રહ્યા હતા.

જે લોકો બસને લઈને ગયા છે કે તેઓ બદમાશ છે કે પછી ફાઇનાન્સ કંપનીના કર્મચારી હાઇજેક બસને લઈને હાલ પોલીસની પાસે કોઈ જાણકારી નથી. તેઓ ડ્રાઇવર એન કંડક્ટરના નિવેદનના આધારે કાર્યવાહી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

જોકે, આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો હાઇજેક કરનારા ફાઇનાન્સ કંપનીના કર્મચારી છે તો આ અધિકાર તેમ ને કોણે આપ્યો કે મુસાફરો ભરેલી બસને આ રીતે પોતાની સાથે લઈ જાય. હજુ સુધી મામલામાં બસ માલિક સાથે વાતચીત થઈ શકી નથી. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.