Western Times News

Gujarati News

આસામ-અરૂણાચલ વચ્ચે વિવાદિત ગામોની સંખ્યા ૮૬ કરવા સંમતિ

ઇટાનગર, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને આસામના તેમના સમકક્ષ હિમંતા બિસ્વ સરમાએ બંને રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

તેમણે વિવાદિત ગામોની સંખ્યા ૧૨૩ને બદલે ૮૬ કરવા પર સૈદ્ધાંતિક સંમતિ પણ આપી હતી. પૂર્વોત્તરના બે પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓએ અલગ-અલગ ટિ્‌વટમાં જણાવ્યું કે, તેઓ અરુણાચલ પ્રદેશના નમસાઈ ખાતે મળ્યા હતા અને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ બાબત પર સરમાએ ટ્‌વીટ કર્યું કે, ‘અમે ‘વિવાદિત ગામો’ની સંખ્યા ૧૨૩થી ઘટાડીને ૮૬ કરવાનો ર્નિણય લીધો છે. અમારી હાલની મર્યાદાઓના આધારે, અમે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં બાકીના ગામોમાં પણ સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું.

મહત્વનું છે કે, વિવાદિત ૧૨૩ ગામોમાંથી, ૩૭ પર સમજૂતી થઈ ગઈ છે, જ્યારે ૮૬ હજુ ઉકેલવાના બાકી છે. અરુણાચલ પ્રદેશની બંધારણીય મર્યાદામાં આવેલા ૩૭ વિવાદિત ગામોમાંથી ૨૮, રાજ્ય પાસે રહેશે,જે અરુણાચલ પ્રદેશની સંવેધાનિક સરહદની નજીક છે.

જ્યારે ત્રણ ગામો, જેના પર અરુણાચલ પ્રદેશે દાવો પાછો ખેંચ્યો છે, તે રાજ્ય આસામ પાસે રહેશે. કરારમાં જણાવાયું હતું કે અન્ય ૬ ગામો, જે આસામ બાજુએ સ્થિત ન થઇ શકે, જાે તે ગામ અરુણાચલ પ્રદેશમાં છે તો પણ તે ગામ સરહદી રાજ્ય સાથે રહેશે. ‘નમસાઈ ઘોષણા’ અનુસાર, સરમા અને ખાંડૂએ વાત પર સંમત થયા છે.

ખાંડુએ ટ્‌વીટ કર્યું, *બંને રાજ્યો અરુણાચલના ૧૨ જિલ્લાઓ અને આસામના સમકક્ષ જિલ્લાઓના દાયરામાં આવેલા ૧૨૩ ગામોની સંયુક્ત ચકાસણી માટે સંબંધિત રાજ્ય સરકારોને ભલામણો મોકલવા માટે ૧૨ પ્રાદેશિક સમિતિઓની રચના કરશે.

આ પ્રાદેશિક સમિતિઓ ૧૫ સપ્ટેમ્બર પહેલા તે વિસ્તારો અથવા અન્ય કોઈપણ ક્ષેત્રો પર તેમનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે જ્યાં સર્વસંમતિ થઈ હોય.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.