Western Times News

Gujarati News

ભાગલપુર બ્રિજ: રૂરકીના નિષ્ણાતોને તેની ડિઝાઇનમાં ‘ગંભીર ખામીઓ’ મળી હતી

ભાગલપુરમાં ગંગા નદી પર બ્રિજ તૂટી પડતાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તપાસના આદેશ આપ્યા

(એજન્સી)પટણા, બિહારમાં, ખગરિયાના અગુઆની ઘાટ અને ભાગલપુરના સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર ૧૭૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલા પુલ ધરાશાયી થયા બાદ, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે

રાજ્યના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું. પુલ તૂટી પડયો ન હતો, સરકારે તેનો નાશ કર્યો હતો. આવો જાણીએ શું છે આ વાયરલ મામલાની સત્યતા શું છે.

વાસ્તવમાં, તેજસ્વી યાદવે રવિવારે પુલ ધરાશાયી થયા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેજસ્વી યાદવે મીડિયાને જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૨માં પહેલીવાર પુલનો એક ભાગ તૂટી પડયા બાદ વિભાગે આઇઆટી રૂરકીના રિપોર્ટના આધારે તમામ સેગમેન્ટ તોડી નાખ્યા હતા.

માર્ગ બાંધકામ મંત્રી તરીકે ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં તેમણે માર્ચ મહિનામાં ગૃહમાં જણાવ્યું હતું કે, સ્પાન તોડીને નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેજસ્વીના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમણે એવું નથી કહ્યું કે આ પુલ સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે પરંતુ ચોક્કસ કહ્યું છે કે વિભાગે આ પુલના સેગમેન્ટ અને સ્પાન તોડી નાખ્યા છે.

રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી પ્રત્યય અમૃત સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ અને એસેમ્બલીમાં આપેલા તેમના જવાબની નકલ પણ પત્રકારોને બતાવી.

તેમણે કહ્યું કે આગવાની ઘાટ પર નિર્માણાધીન પુલને પહેલીવાર નુકસાન થયું નથી. ૩૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ તોફાનમાં આ પુલના સુપર સ્ટ્રક્ચરનો ભાગ પડી ગયો હતો. તે સમયે અમે વિપક્ષના નેતા હતા અને તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેજસ્વી યાદવે કહ્યું કે આવો ર્નિણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે રૂરકીના નિષ્ણાતોને તેની ડિઝાઇનમાં ‘ગંભીર ખામીઓ’ મળી હતી. રૂરકીએ આ સમગ્ર બ્રિજની ડિઝાઇનની તપાસ કરી હતી. તે જ સમયે, અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કહ્યું કે સરકાર ક્ષતિગ્રસ્ત પુલના કેટલાક ભાગોને હટાવતા પહેલા અંતિમ અહેવાલની રાહ જાેવા માંગતી નથી,

કારણ કે જાેખમ ખૂબ વધારે હતું. તેથી પુલ તોડી પાડવાનો ર્નિણય લેવાયો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે તમને યાદ હશે કે ગયા વર્ષે ૩૦ એપ્રિલે આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. તત્કાલીન વિપક્ષના નેતા તરીકે મેં મારી ક્ષમતામાં આ વાતને મજબૂત રીતે ઉઠાવી હતી.

સત્તામાં આવતાં જ અમે તપાસનો આદેશ આપ્યો હતો અને નિષ્ણાતનો અભિપ્રાય માગ્યો હતો. રૂરકીનો પણ સંપર્ક કર્યો. રૂરકીએ પુલના બાંધકામની નજીકથી તપાસ કરી. ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.