અહાન શેટ્ટી અને પૂજા હેગડેની ફિલ્મ ‘સનકી’ પડતી મૂકાઈ
મુંબઈ, સુનિલ શેટ્ટીના દિકરા અહાન શેટ્ટીએ ‘તડપ’ ફિલમ સાથે મોટા પડદે ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી પૂજા હેગડે સાથે અહાનની ‘સનકી’નું નામની ફિલ્મ કરવાનો હોવાના અહેવાલો હતા. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ થવાની હતી અને અદનાન શેખ તેમજ યાસિર જેહ તેને ડિરેક્ટ કરવાના હતા.
એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા ગયા વર્ષે યોજાયેલી એક ઇવેન્ટમાં આ ફિલ્મ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે વેલેન્ટાઇન ડે પર આ ફિલ્મ રિલીઝ થવાની વાત હતી.ગયા વર્ષે જુલાઇમાં એવા અહેવાલો આવવાના શરૂ થઈ ગયા હતા કે પ્રોડ્યુસર આ ફિલ્મ અંગે હવે ફેરવિચારણા કરવા માગે છે.
ત્યારે એવી ચર્ચા હતી કે એમેઝોન પ્રાઇમ સાથે મોટી ડીલ છતાં નબળા માર્કેટ, અપેક્ષા કરતાં પણ નીચું ડિજિટલ મીડિયમનું વળતર જેવા કારણે પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા હવે આ ફિલ્મ પર ફેરવિચારણા કરે છે.
આ સાથે અહાન શેટ્ટીના વાળ અને મેકઅપ તેમજ સ્ટાઇલિસ્ટ વગેરેનો ખર્ચ પ્રોડક્શને ભોગગવવો પડતો હતો, તેના ઉપરાંત ફિલ્મ નહીં ચાલવાના ડરને કારણે સાજીદને ફિલ્મ રદ્દ કરવાનો નિર્ણય લેવો પડ્યો. જોકે, પછી સુનિલ શેટ્ટી તેના ખર્ચમાં પોતાનો ભાગ આપવા આગળ આવેલો પરંતુ હવે આ બધા જ પ્રયત્નો વેડફાઈ ગયા હોય એવું લાગે છે.
સાજીદ નડિયાદવાલાની કંપની નડિયાદવાલા ગ્રાન્ડસન્સ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની ૨૦૨૫માં આવનારી ફિલ્મોની યાદી શેર કરવામાં આવી છે. જેમાં સલમાન ખાનની ‘સિકંદર’, અક્ષય કુમારની ‘હાઉસફૂલ ૫’, ટાઇગર શ્રોફની ‘બાગી ૪’ અને શાહીદ કપૂરની પણ એક ફિલ્મનો સમાવેશ થાય છે.
પરંતુ તેમાં અહાન અને પૂજાની ‘સનકી’નો ક્યાંય ઉલ્લેખ નથી. આ ફિલ્મ રદ્દ થઇ હોવા પાછળ બીજું કારણ એ પણ હોઈ શકે કે પૂજા હેગડેએ ગયા ઓક્ટોબરમાં થલપતિ વિજય સાથે એક ફિલ્મ સાઇન કરી હતી, જેમાં તેની સાથે બાબી દેઓલ પણ વિલનના રોલમાં છે.
એ હાલ એ ફિલ્મના શૂટમાં વ્યસ્ત છે, બીજી તરફ અહાન શેટ્ટી જેપી દત્તાની ‘બોર્ડર ૨’માં સન્ની દેઓલ, વરુણ ધવન અને દિલજિત દોસાંજ સાથે શૂટ કરી રહ્યો છે. તો ૧૪ ફેબ્›આરીએ ‘સનકી’ની રિલીઝના કોઈ સંકેત જણાતા નથી.SS1MS