ભારત અલગ-અલગ સ્તરો પર અમેરિકાનું મજબૂત સહયોગી: જાેન કિર્બી
૨૨ જૂને વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જશેઃ નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી
નવી દિલ્હી, ભારત દેશમાં વડાપ્રધાનપદે મોદી આવ્યાં બાદ વિશ્વભરમાં ભારતની શાખ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બીજી બાજુ, વિરોધ પક્ષો વડાપ્રધાન મોદીની સામે આક્ષેપો કરતાં રાજકારણ ગરમાયું છે ત્યારે વડાપ્રધાન મોદી તા.૨૨મી જૂને અમેરિકાના પ્રવાસે જવાના છે Ahead of PM Modi’s US visit, White House praises India’s “vibrant democracy”
ત્યારે અમેરિકાએ નરેન્દ્ર મોદીના વખાણ કરી ભારતમાં વાઈબ્રન્ટ લોકશાહી છે તેવું સત્તાવાર નિવેદન વ્હાઈટ હાઉસે કર્યું છે. જે વિપક્ષોને આક્ષેપોનો જવાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડના આમંત્રણ પર ૨૨ જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે.
આ પહેલા વ્હાઇટ હાઉસે ગઈકાલે ભારત વિશે નિવેદન જાહેર કર્યું હતું. ભારતીય લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપતા અમેરિકાએ કહ્યું કે, પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને જાે કોઈને શંકા હોય તો તેઓ દિલ્હી જઈને જાેઈ શકે છે. વ્હાઇટ હાઉસે ભારતમાં લોકશાહી અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી.
વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાહુલ ગાંધી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. દરમિયાન, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ જાેન કિર્બીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “ભારત પીએમ મોદીના શાસન હેઠળ એક જીવંત લોકશાહી છે. જે કોઈને આ અંગે શંકા છે તે દિલ્હી જઈને પોતાની આંખોથી જાેઈ શકે છે. અને નિશ્ચિતરૂપથી હું અપેક્ષા રાખું છું કે લોકશાહી સંસ્થાઓની તાકાત અને આરોગ્ય ચર્ચાનો ભાગ બનશે.”
વડાપ્રધાન મોદી આ મહિનાના અંતમાં અમેરિકાની સરકારી મુલાકાતે જશે. યુએસ પ્રમુખ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન વડાપ્રધાન મોદીની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે યજમાની કરશે. ૨૨ જૂન, ૨૦૨૩ના રોજ બિડેન સાથે પીએમ મોદીનું સ્ટેટ ડિનર પણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના અંતમાં અમેરિકાના પ્રવાસે જશે. તેમના આ પ્રવાસને ઘણી રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હાલ પીએમ મોદીની સતત પ્રશંસા થઈ રહી છે.
અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જાેન કિર્બીને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર પર અમેરિકામાં આવવાનું આમંત્રણ શાં માટે આપવામાં આવ્યું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર પર અમેરિકા આવવાના આમંત્રણ પર
એક પત્રકારના સવાલનો જવાબ આપતા વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જાેન કિર્બીએ કહ્યું કે ભારત અલગ-અલગ સ્તરો પર અમેરિકાનું મજબૂત સહયોગી છે. રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રક્ષા રહયોગ અંગે જણાવ્યું. આ સિવાય તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઘણો આર્થિક વેપાર પણ થઈ રહ્યો છે. ભારત પેસિફિક ક્વાડનું સભ્ય છે અને ભારત ઈન્ડો-પેસિફિક સુરક્ષાના મામલામાં એક મહત્વનું સહયોગી છે.