અમદાવાદમાં કોલેરાનો કહેર : 27 દિવસમાં 44 કેસ, કુલ 167 કેસ
શહેરના લાંભા, વટવા, ગોમતીપુર, અમરાઈ વાડી સહિતના વિસ્તાર કોલેરાની ઝપટમાં
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરે છે વર્ષો જૂની આ પરંપરા 2024માં પણ જળવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, કમળો અને ટાઇફોઇડ ના કેસ વધી રહયા છે આ ઉપરાંત કોલેરાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાનો કહેર જોવા મળી રહયો છે.
શહેરમાં ચાલુ વર્ષે કોલેરાના કેસમાં અસામાન્ય વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, વટવા, લાંભા, રામોલ, મણિનગર, ખોખરા, ભાઇપુરા સહિતના વિસ્તારો અને પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જોધપુર અને નવાવાડજમાં કોલેરાના કેસો જોવા મળ્યા છે.જુલાઈ મહિનામાં 27 તારીખ સુધી કોલેરાના નવા 44 કેસ કન્ફર્મ થયા છે.
જયારે ચાલુ વર્ષે કોલેરાના કેસની 163 થઈ છે જે પાછલા એક દાયકામાં સૌથી વધારે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સપ્લાય થતા પ્રદુષિત પાણી અને બેરોકટોક વેચાણ થતા બિન આરોગ્યપ્રદ આહારના કારણે કોલેરાના કેસ વધી રહયા હોવાનું અનુમાન છે. કોલેરાની સાથે સાથે ઝાડાઉલ્ટીના કેસ માં વધારો જોવા મળ્યો છે.
2024માં જુલાઈ મહિના સુધી ઝાડાઉલ્ટીના 7760, કમળા ન 1294 અને ટાઇફોઇડ ના 167 કેસ કન્ફર્મ થયા છે. આમ, જોવામા આવે તો સાત મહિનામાં જ પાણીજન્ય રોગના 12 હજાર જેટલા કેસ કન્ફર્મ થયા છે.