અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મતદાન કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, મરહૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું અને વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
મતદાન કરવા પહોંચેલા મુમતાજ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે અને પરિવર્તનનો માહોલ પણ દેખાઈ રહ્યો છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.ત્યારે ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ અંકલેશ્વર ખાતે મતદાન કરવા પહોંચી હતી.
અંકલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ,કોંગ્રેસના ઉમેદવાર વલ્લભપટેલ,આપના ઉમેદવાર અંકુર પટેલ છે.ત્યારે આ બેઠક ઉપર ભાઈ સામે ભાઈ ચૂંટણી જંગમાં છે.ત્યારે આ બેઠક ભાજપ જાળવી રાખે છે કે નહિ તે જાેવું રહ્યું.
મુમતાજ પટેલે મતદાન કર્તાની સાથે ગુજરાતમાં પરિવર્તન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.સાથે સાથે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી ખુબ વધી છે.લોકો ખુબ પરેશાન છે અને પરિવર્તન ઈચ્છે છે.હાલ ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે પરિવર્તન થવું જ જાેઈએ.
લોકતંત્રમાં પરિવર્તન ખુબ જરૂરી છે. ગુજરાતમાં હાલ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જાેવા મળે છે.અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવી આશા તેમને વ્યક્ત કરી હતી.તેમને વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આ બેઠક અઘરી તો છે છતાં કોંગ્રેસનો વિજય થશે.કોંગ્રેસના હજુ કોર વોટબેન્ક હયાત છે.
મતદાન મથકે મતદાન કરવા પહોંચેલા મુમતાજ પટેલે જણાવ્યું હતું કે તેઓ પણ યોગ્ય સમયની રાહ જાેઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ પણ સક્રિય રાજકારણમાં જરૂર આવશે.