ધારાસભ્ય અમિત ઠાકર સામે લોકોનો રોષ?

અમદાવાદના સરખેજ વોર્ડના ભા.જ.પ.ના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર તેમના ફ્લેટને રીડેવલપમેન્ટ માટે જવા નથી દેતા અને સૌને મારી નાખવાની ધમકી આપે છે.
આશરે 45 વર્ષ જૂના જર્જરીત થઈ રહેલા નિરાલી ફ્લેટના ૧૦૫ સભ્યોમાંથી ૮૮ સભ્યોએ પૂનઃનિર્માણ માટે સહમતી આપી હોવા છતાં ભા.જ.પ.નો માથાભારે કોર્પોરેટર એ થવા નથી દેતો!
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સરખેજ વોર્ડમાં સમાવેશ પામતા નિરાલી ફ્લેટના ધારકોએ એ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરને ફરિયાદ કરી છે કે સરખેજ વોર્ડના ભા.જ.પ.ના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર તેમના ફ્લેટને રીડેવલપમેન્ટ માટે જવા નથી દેતા અને વિરોધ કરનારાઓને મારી નાખવાની ધમકી આપે છે.
ભા.જ.પ.મા કેવા કેવા લોકો આવી ગયા છે તેનો આ પુરાવો છે. અમદાવાદના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલા અંદાજે 45 વર્ષ જૂના નિરાલી ફ્લેટમાં રહેતા સુરેન્દ્ર ખાચરના નાના ભાઈ પ્રદીપ ખાચરની ૩ ગેરકાનૂની દુકાનો છે એ માટે સુરેન્દ્ર ખાચર આવા કરતુત કરે છે એમ કહેવાય છે.
આ અંગે ભા.જ.પ.નું મોવડીમંડળ સક્રિય થઈને દરમિયાનગીરી કરે એવું નિરાલી ફ્લેટના ધારકો ઈચ્છી રહ્યા છે. તેનુ કારણ એ છે કે નિરાલી ફ્લેટના ૧૦૫ સભ્યોમાંથી ૮૮ સભ્યોએ પૂનઃનિર્માણ માટે સહમતી આપી હોવા છતાં ભા.જ.પ.નો માથાભારે કોર્પોરેટર એ થવા નથી દેતો! એક વખત ભરપૂર સંસ્કારી લોકોથી ઉભરાતા ભા.જ.પ. મા આ સ્થિતિ હોય એ શોચનિય તો ગણાય હોં!
સરકાર ધો.૧૨ અને ધો.૧૦ના પરીણામમાં કેમ ઉદાર બની છે
કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળી રહે -એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેનારની સંખ્યા વધે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.૧૨ અને ધો.૧૦ના પરીણામ ખૂબ ઉદારતાથી આપવામાં આવ્યા છે.ધો ૧૦ના પરીણામની ટકાવારી છેલ્લા ૩૨ વર્ષમાં સૌથી વધુ અને ધો.૧૦ના પરીણામોમાં તે છેલ્લા ૧૦ વર્ષમા સૌથી વધુ છે.
આની પાછળનાં કારણો એવા હોવાનું ચર્ચાય છે કે (૧)-કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળી રહે (૨)- એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેનારની સંખ્યા વધે (૩)-ડ્રોપઅઆઉની સંખ્યા ઘટે અને (૪) ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ વધે.આ બધાં શિક્ષણશાસ્ત્રીના અભિપ્રાયો છે. સાચું શું છે એ તો રામ જાણે!
યુદ્ધને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ અને અન્ય નિમણૂંક પાછી ઠેલાઈ?
જેની ખૂબ રાહ જોવામાં આવી રહી છે એ સરકારના બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂંકો અને પ્રધાનમંડળનું વિસ્તરણ યુદ્ધને કારણે ફરી પાછું ઠેલાયુ છે.આને કારણે અપેક્ષા રાખનારાઓ નિરાશા અનુભવે છે અને યુદ્ધ વિરામની રાહ જુએ છે.
સરદાર ભવન સચિવાલયના વી.આઈ.પી. વિભાગ
ગાંધીનગરમાં જુનું અને નવું એવા બે સચિવાલય છે.ગુજરાત રાજ્યનું સચિવાલય ૧૯૬૯મા અમદાવાદથી ગાંધીનગર ખસેડાયું ત્યારે સરકાર જુના સચિવાલયમાં (જે આજે ડો.જીવરાજ મહેતા ભવન તરીકે ઓળખાય છે)બેસતી હતી.
પછી એ સાંકડું પડવા માંડ્યું એટલે ૧૯૬૯મા નવું સચિવાલય(જે આજે સરદાર ભવન તરીકે ઓળખાય છે) અસ્તિત્વમાં આવ્યું.આ નવું સચિવાલય પણ સરકારી રાહે સાદું જ બનાવવામાં આવ્યું હતું.આ અનાર્ષક સચિવાલયને આકર્ષક બનાવવાના પ્રયત્નો આજકાલ ચાલી રહ્યા છે.
અને તેનાં પ્રારંભે સચિવાલયના બ્લોક નંબર -૫ના પાંચમા માળે આવેલા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ બ્લોક નંબર-૫ના ત્રીજા માળે બેસતા ઉધોગ અને ખાણ વિભાગની કચેરીઓને મોટા મોટા ઉદ્યોગપતિઓને હોય એવી કોર્પોરેટ લુક ધરાવતી બનાવી દેવામાં આવી છે.આ રાજ્ય સરકારનો સૈદ્ધાંતિક નિર્ણય છે કે જે તે વિભાગની પોતાની જરૂરિયાત કે ઈચ્છાથી આ કરાયું છે તેની કોઈ સ્પષ્ટતા નથી મળતી.પણ આ બન્ને કચેરીઓનું સૌંદર્ય ‘ઉડીને આંખે વળગે’ એવું તો લાગે જ છે હોં!
‘એકલા ચલો રે’ નિવૃત આઈ.પી.એસ.અધિકારી અનિલ પ્રથમ ચીલો ચાતરે છે
ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થતા આઈ.એ્.એસ. અને આઈ.પી.એસ. અધિકારીઓ મોટેભાગે સરકારમાં જ ખુણેખાચરે ગોઠવાઈ જતા હોય છે અથવા તો મોટી મોટી કંપનીઓમાં જોડાઈને કોર્પોરેટ જગતમાં પ્રવેશતા હોય છે.
પરંતુ ૧૯૮૯ની બેચના નિવૃત આઇ.પી.એસ. અધિકારી અનિલ પ્રથમે આમાં ચીલો ચાતર્યો છે, તેમણે સિટીઝન સેતુ નામની સ્વૈચ્છિક સંસ્થામાં જોડાઈને સમાજ સેવામાં સામેલ થવાનું નક્કી કર્યું છે.
આ પોર્ટલ લોકોને કાનૂની સહાય, સરકારી વિભાગોમાં પોલીસ સંબંધિત બાબતોમાં સહાય, જમીન સંબંધિત વળતરના મુદ્દાઓ, રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન, સરકારી યોજનાઓની ઍક્સેસ અને બંધારણીય બાબતોમાં સક્રિયપણે સહાય કરે છે.અનિલ પ્રથમ પોલીસ સુધારણા વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે.
તેમની ૩૪ વર્ષની લાંબી કારકિર્દીમાં, તેમણે ગાંધીનગર પોલીસ મુખ્યાલયમાં ઝ્રૈંડ્ઢ (ક્રાઈમ) વિભાગમાં વિવિધ હોદ્દાઓ પર ૧૫ વર્ષ સેવા આપી હતી.
પ્રથમ ગુજરાત પોલીસના એવા અધિકારીઓમાંના એક છે જેમણે તેમના સેવા કાર્યકાળનો લગભગ અડધો ભાગ સાઈડ પોસ્ટિંગમાં વિતાવ્યો હતો. જોકે, નિવૃત્તિ પછી, તેઓ તેમના મનગમતા કાર્યક્ષેત્રમાં ગયા તેનો તેમને જરૂર આનંદ હશે હોં.