અમદાવાદમાંથી વાહન ચોરીના ષડયંત્રનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમબ્રાંચને મળેલી મહત્વપૂર્ણ સફળતાઃ જમાલપુર પાસે ચોરીની રીક્ષા લઈ પસાર
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની વધતી જતી ઘટનાઓથી નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે રોજે રોજ ચોરી અને લુંટફાટની ઘટનાઓથી પોલીસતંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી વાહનો ચોરીની ઘટનાઓ પણ વધવા લાગતા શહેર પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું
ખાસ કરીને અમદાવાદ ક્રાઈમબ્રાંચના (Ahmedabad crime branch) અધિકારીઓએ ગુનેગારો પર ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી હતી સ્થાનિક પોલીસની નિષ્ફળતાના કારણે અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમોએ આરોપીઓને ઝડપી લેવા માટે છેલ્લા એક સપ્તાહથી શહેરભરમાં ઝીણવટભરી તપાસ કરી કેટલીક ઘટનાઓના સીસીટીવી કુટેજ પણ મેળવ્યા હતા અને તેમાં ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે જમાલપુરમાંથી એક શખ્સને ઝડપી લીધા બાદ તેની સઘન પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે
આરોપીએ ૭૦થી વધુ વાહનોની (Theft more then 70 vehicles from various areas of Ahmedabad) ચોરી કરી હોવાનું કબુલતા અધિકારીઓ સતર્ક બની ગયા છે એકલા હાથે આટલા બધા વાહનોની ચોરી કરવી અશક્ય હોવાથી તેની સાથે અન્ય સાગરિતો પણ હોવાનું અધિકારીઓ માની રહયા છે. અને આરોપીની પુછપરછ કરી અન્ય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે આ સમગ્ર ચોંકાવનારી ઘટના અંગે ક્રાઈમબ્રાંચ દ્વારા બપોર સુધીમાં વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ચોરીની રીક્ષા સાથે આરોપીને ઝડપી લીધા બાદ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં હાલના મોટાભાગના વિસ્તારોમાંથી વાહચોરીની ફરીયાદો સામે આવવાથી પ્રજામાં રોષ વ્યાપ્યોહ તો. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ વાત આવતા અંગે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી.
શહેરમાં ક્રાઈમ બ્રાંચમાં પીઆઈ ચાવડાને આ તપાસ સોંપવામાં આવતા તેમની ટીમના પીએસઆઈ ઝેબલીયાએ આ અંગે બાતમીદારોને સક્રિય કર્યા હતા. અને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેના કારણે વાહનચોરીઓના ગુનામાં જમાલપુર છીપાવાડમાં રહેતા ઉમર યુસુફ મેડીવાલા (છીપા) નામના શખ્સનું નામ ખુલ્યુ હતુ. (Umar Yusuf Medivala, Jamalpur Chhipawad )
જેથી તેના ઉપર વાચ રાખતા પીએસઆઈ ઝેબલીયાની ટીમે ગત સાંજે તેને ચોરીની રીક્ષા સાથે જ રંગેહાથ ઝડપી લીધો હતો. સમગ્ર રાત દરમ્યાન તેની કડક પૂછપરછ કરવામાં આવતા ઉમરે પોતે સિતેર જેટલા વાહન ચોરીના ગુના કબુલી લીધા છે. ક્રાઈમ બ્રાંચ આ તમામ વાહનોનો કબજા લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી તથા તેની ટોળકીએ મોટાભાગના વાહનો વેચી નાંખ્યા હોવાનું પણ જાણવા મળી રહયું છે. હાલમાં પોલીસ અધિકારીઓ આરોપીની સઘન પુછપરછ કરી રહયા છે આરોપીએ મોટી સંખ્યામાં વાહનોની ચોરી કરી હોવાનું ખુલતા જે જે વિસ્તારમાંથી વાહનો ચોરવામાં આવ્યા છે તે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવી છે જેના પગલે શહેરભરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોપીનો કબજા મેળવવા માટે સક્રિય બન્યા છે.
અમદાવાદ ક્રાઈમબ્રાંચે થોડા સમય પહેલા પણ વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી ર૭ જેટલા વાહનો કબજે કર્યાં હતાં અને ત્યારબાદ ફરી એક વખત શહેરમાંથી વાહનચોરીની ફરિયાદો વધવા લાગતા ક્રાઈમબ્રાંચ સતર્ક બન્યું હતું અને આખરે ગઈકાલે મોડી સાંજે મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઉપરાંત ઉમર સાથે જાડાયેલા તેના સાગરીતોની પણ શોધખોળ શરૂ કરી છે. વધુમાં ચોરી કરેલી રીક્ષા ખરીદનાર શખ્સોના પણ નામ ખુલતા ક્રાઈમ બ્રાંચને વાહનચોરીના ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી. ઉમર મેડીવાળાની તપાસમાં વધુ કેટલાંક ગુના પણ ઉકેલાવાની શક્યતાઓ છે.