હવે અમદાવાદના જંકશનો પર સિગ્નલ પર વધારે સમય ઉભું રહેવું પડશે નહિંઃ ATC સિસ્ટમ લાગશે

AI Image
અમદાવાદના ૪૦૦ જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે
ATCSનો અમલ શરૂ થયા બાદ ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતામાં વધારો થશે તથા સિગ્નલ પર ઉભા રહેવામાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદા જુદા ટ્રાફિક સિગ્નલો ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ અમલીકરણ મુકવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત જુદી જદી વર્લ્ડ વાઈડ ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરનાં તમામ સિગ્નલોને સુધારવા અને સેન્ટ્રલ સર્વર જોડે જોડાણની કામગીરી કરવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજવ એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ અંતર્ગત જુદી સિસ્ટમો જેવી કે વ્હીકલ ડીટેકશન સેન્સર, ઈન્ટેલીજન્ટ એન્ડ કનેકટેડ છ્ઝ્રજી કંટ્રોલર, કોમ્યુનીકેશન નેટવર્ક, સેન્ટ્રલ સર્વર સાથે જંકશનો ઉપર ટ્રાફિકની પરિસ્થિતી, કોરીડોરની તથા વિસ્તારની પરિસ્થિતી, એટીસીએસ સોફ્ટવેર, ટ્રાફિક સીમ્યુલેશન સોફટવેર, ટ્રાફિકની સારી વિઝીબીલીટી તથા જુદા જુદા સાઈનેજીસ, ફીક્સ સાઈન બોર્ડ વિગેરેનો સમાવેશ થાય છે.
આ સબ સિસ્ટમોને એક સુસંગત સિંગલ ઈન્ટફેસમાં સંકલિત કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સ્થિતી પર વાસ્તવીક સમયનો ડેટા પુરો પાડી શકાય અને વધુ દૈનિક કામગીરી તેમજ કાર્યક્ષમ શહેરના આયોજન માટે ટ્રાફિકની સ્થિતી જાણી શકાશે. આ સીસ્ટમનો અમલ કરતા પહેલા ૩૦૦ કરતા વધુ હયાત જંકશનોનો સર્વે કરવામાં આવ્યો છે
આ ઉપરાંત નવા ૧૦૦ જંકશન તૈયાર કરી અંદાજીત ૪૦૦ જંકશન પર એટીસીએસ યોજના શરૂ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કુલ ૩૦૧ સિગ્નલ છે જે પૈકી ર૮૮ સિગ્નલ હાલ કાર્યરત છે. મેટ્રો તેમજ બ્રીજના કામમાં ૧૩ સિગ્નલ બંધ થયા છે પરંતુ સદર સીસ્ટમ શરૂ કરતા પહેલા ફરી એક વખત નાના જંકશનોનો સર્વે કરી નવા ૧૦૦ કરતા વધુ સિગ્નલ શરૂ કરવામાં આવશે.
એટીસીએસનો અમલ શરૂ થયા બાદ ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતામાં વધારો થશે તથા સિગ્નલ પર ઉભા રહેવામાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે ઈંધણ અને બળતણના વપરાશમાં ઘટાડો થશે, અકસ્માતની ઘટનાઓ ઘટાડો થશે. આ ઉપરાંત એર પોલ્યુશન તથા નોઈસ પોલ્યુશનમાં પણ ઘટાડો થશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહન શકય બનશે.