અમદાવાદની એરોટ્રાન્સ સર્વિસીઝે ચાર ધામ માટે હેલિકોપ્ટર સર્વિસીઝ શરૂ કરી
અમદાવાદ સ્થિત એર ચાર્ટર કંપની એરોટ્રાન્સ સર્વિસીઝે 6 ઓક્ટોબર, 2024ના રોજ ચાર ધામ ખાતે હેલિકોપ્ટર ચાર્ટર સર્વિસીઝ શરૂ કરી હતી. આ સર્વિસીઝમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ઉપરાંત દહેરાદૂનની આસપાસના વધારાના હેલિકોપ્ટર ચાર્ટર્સને આવરી લેવામાં આવ્યા છે.
એરોટ્રાન્સ એ ચાર ધામ ખાતે કામગીરી કરનાર ગુજરાતની પહેલી કંપની છે જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુગમતાભરી એર ટ્રાન્સપોર્ટ પૂરી પાડે છે.
ચાર ધામ હેલિકોપ્ટર ચાર્ટર સિઝન દર વર્ષે મે-જૂન અને સપ્ટેમ્બર-ઓક્ટોબર આસપાસ ઉપલબ્ધ છે. દરેક સિઝન આશરે 45 દિવસ સુધી ચાલશે. દરેક સિઝનની શરૂ થવાની અને પૂરી થવાની તારીખો ઉત્તરાખંડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
એરોટ્રાન્સનું હાલની સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 સિઝન માટેનું બુકિંગ પૂરેપૂરું વેચાઈ ચૂક્યું છે. મે-જૂન, 2025 સિઝન માટેનું બુકિંગ જાન્યુઆરી 2025માં શરૂ થશે.
પૂછપરછ માટે ઇ-મેલ કરોઃ [email protected]
વેબસાઇટઃ Website: www.aerotrans.in
About Aerotrans Services
Aerotrans is a Gujarat-based air charter company currently operating a fleet of 2 helicopters and 1 jet aircraft. Plans for expansion are underway, with the addition of one more helicopter and one more jet aircraft.
Besides Char Dham services, Aerotrans offers: Helicopter joyrides at the Ahmedabad riverfront.Point-to-point services covering several religious and holiday destinations in Gujarat and the neighbouring states, as well as routes to various Gujarat Industrial Parks (GIDCs).