બર્ડહીટનું જોખમ ટાળવા વિમાન ઉતરે ત્યારે સિંહ, વાઘ, દીપડાના અવાજ કરીને પક્ષીઓને ભગાડાશે
બર્ડહીટનું જોખમ ટાળવા હવે પક્ષીઓને ભગાડતી અધતન સાઉન્ટ સીસ્ટમ લગાવાઈ
અમદાવાદ એરપોર્ટ પર વિમાન ઉતરે ત્યારે સિંહ, વાઘ, દીપડાના અવાજ કરીને પક્ષીઓને ભગાડાશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ રોકવા માટે એરગન ફટાકડા ફોડવાની સાથે સાથે હવે અત્યાનુધીક ટેકનોલોજીવાળા સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ કરાશે કે જે સાંભળીને પક્ષીઓનું ઝુંડ ભાગી જશે. રન વે પરના થાંભલાઓમાં આ સાઉન્ડાળી સીસ્ટમ લગાવાઈ છે. ઉપરાંત રનવે પર ફરતા વાહનોમાં આ સાઉન્ડ સીસ્ટમ લગાવાઈ છે. કે જેના થકી હવે પક્ષીઓને રનવે સુધી આવતા રોકી શકાશે.
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટના બનાવો રોકવા માટે અભીયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાધુનીક સાધનો વસાવવા સહીત પક્ષીઓ, જીવજંતુઓ અને વન્યજીવનને એરપોર્ટના રનવેથી દુર રાખવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહયા છે. દેશમાં આ પ્રકારના સાધનો લગાવવાનો આ પ્રથમ પ્રયાસ છે. જેના થકી ૯પ ટકા સુધીનું બર્ડ હીટનું જોખમ ઘટાડી શકાશે તેવો દાવો હાલ કરાઈ રહયો છે.
ટાર્ગેટેડ વનસ્પતી વ્યવસ્થાપન હેઠળ રનવે પરના ઘાસમાં પક્ષીઓ, પશુઓ વસવાટ ન કરી શકેતે માટે વધુ ઉંચા ઘાસ ન થાય તે માટે સાઈલ ટ્રીટમેન્ટનો ઉપયોગ હાથ ધરાયો છે. એરપોર્ટ પર પક્ષીઓના ખોરાકનો સ્ત્રોત ઘટાડવા ફેરોસ લાઈટ ટ્રેપ અને બ્લોક લાઈટ ટ્રેપનો ઉપયોગ ચાલુ કરાયો છે. આ સિસ્ટમથી ઉડતા કિડાઓ, ફુદાઓ તેની તરફ આકર્ષાય છે.
અને તે નજીક આવતાની સાથે નીચે રાખેલા પાણીમાં પડી જાય છે. જેના થકી સમડીને નીચે રાખેલા પાણીમાં પડી જાય છે. જેના સમડીને આકર્ષતી પાંખવાડી ઉંધઈને દુર કરાઈ રહી છે. જમીનની અંદર પણ કિડાઓ ન થાય તે માટે દવાનો છંટકાવ કરાઈ રહયો છે. પક્ષીઓને એરપોર્ટ સ્ટ્રકચરર પર બેસતા અટકાવવા માટે હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેકનોલોજીને અનુરૂપ કસ્ટમાઈઝડ એન્ટી પંચીગ ડિવાઈસ ઈન્સ્ટોલ કરાયા છે. કાટાવાળા અને એકદમ પાતરી તારની પટ્ટી લગાવવામાં આવી છે.
જેના થકી ૯પ ટકા પક્ષીઓનો ઉપદ્રવ અટકયો હોવાનું એરપોર્ટના અધિકારીઓ જણાવી રહયા છે. પક્ષીઓની પાંચ પ્રજાતિઓ, વાંદરા, કુતરા સહીતના વન્યજીવોને અન્યત્ર સ્થળાંતરીત કરવાનો દેશમાં પ્રથમ પ્રયાસ હાથ ધરાયો છે. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પક્ષીઓના ખોરાક અને કચરાને દુર કરવા અભીયાન હાથ ધરાયું છે.