Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્નિફર ડોગઃ

પ્રતિકાત્મક

જિદ્દાહ-કુવૈતથી આવેલાં બે પેસેન્જર પાસેથી કસ્ટમે રૂ.૪૮.૪૪ લાખનું સોનું જપ્ત કર્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વહેલી સવારે આવેલા બે પેસેન્જર પાસેથી કુલ રૂ.૪૮.૪૪ લાખનું દાણચોરીનું સોનું કસ્ટમ વિભાગે પકડી પાડયું છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરીનું સોનું ઘૂસાડવા માટે કેરિયર સક્રિય થઈ ગયા છે અને અવાર-નવાર કોઈપણ પ્રકારે સોનું લાવવામાં આવી રહ્યું છે.

ગત સપ્તાહે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પણ રૂ.ર.૩પ કરોડનું ગોલ્ડ જપ્ત કર્યું હતું જ્યારે આજે વહેલી સવોર જિદ્દાહથી અમદાવાદ આવેલા એક પેસેન્જર પાસેથી ૪૪૦ ગ્રામ સોનાની બંગડીઓ મળી આવી છે જેની કિંમત રૂ.૩૪.૬૮ લાખ થવા જાય છે. આ ઉપરાંત અન્ય એક પેસેન્જર કુવૈતથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યો હતો તેની પાસેથી ૧૭૪ ગ્રામના ગોલ્ડ બાર મળી આવ્યા હતા જેની કિંમત રૂ.૧૩.૭૬ લાખ છે.

આમ એક જ દિવસમાં દાણચોરીના બે જુદા જુદા કેસ કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. આ બન્ને કેસમાં ગોલ્ડની કિંમત રૂ.૪૮.૪૪ લાખ થવા જાય છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક તરફ પેસેન્જર ટ્રાફિક સતત વધતો જાય છે અને તમામ પેસેન્જરના બેગેજ ખોલી ખોલીને ચેક કરવા શક્ય નથી.

આવા કિસ્સામાં જે શંકાસ્પદ પેસેન્જર લાગે તેમની પૂછપરછ કરાતી હોય છે. જ્યારે વિદેશમાં અવાર-નવાર મુસાફરી કરતા હોય તેવા પેસેન્જર્સની પ્રોફાઈલના આધારે તેમની પૂછપરછ કરવામાં આવી હોય છે. એટલું જ નહીં ડોર ફ્રેમ મેટલ ડિટેકટર અને રેડ ચેનલમાંથી સામાન્યતપાસ કરાતી હોય છે. હવે મહિલા કેરિયર પણ ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરી કરવા માટે સક્રિય બની છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીની સાથે સાથે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી પણ કરતા થઈ જતાં કસ્ટમ વિભાગ, ડિરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) સહિતની સેન્ટ્રલ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

અમદાવાદ કસ્ટમ વિભાગે પોલીસ કમિશનરને પત્ર પાઠવીને એક Âસ્નફર ડોગની માગણી કરી હતી જેથી ડ્રગ્સની હેરાફેરી કરતા કેરિયર અને પેસેન્જર પકડાઈ શકે. આ તાલીમબદ્ધ Âસ્નફર ડોગની એન્ટ્રી અમદાવાદ એરપોર્ટ પર થઈ ચૂકી છે અને હવે દરેક શંકાસ્પદ સામાન કે પેસેન્જરના શરીરમાં કંઈ છુપાવ્યું હશે તો તે તરત જ પકડાઈ જશે. ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે Âસ્નફર ડોગ કામ કરશે.

હાલ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે ઓટોમેટિક બેગેજ સ્ક્રીનિંગ મશીન લગાવી દેવામાં આવ્યા છે જે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા છે. આ નવા બેગેજ સ્ક્રીનિંગ મશીનની મદદથી દાણચોરી કરનારા પેસેન્જર પકડાઈ જશે તેમજ પેકેજની અંદર કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ હશે તો પણ મશીન રેડ સિગ્નલ બતાવી દેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કુલ સાત સ્ક્રીનિંગ મશીન લાગાવેલા છે

જેમાંથી બે મશીન કન્વેયર બેલ્ટ પાસે, એક સ્ક્રીનિંગ મશીન હેન્ડબેગ ચેકિંગ કાઉન્ટર પાસે તેમજ એક સ્ક્રીનિંગ મશીન કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સાથે કસ્ટમના જ એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ કામ કરતા હોય છે જેઓ શંકાના આધારે પેસેન્જરને પકડી લે તો તેના માટે અલગ સ્ક્રીનિંગ મશીન રાખવામાં આવ્યું છે

એટલું જ નહીં, ડ્રગ્સની હેરાફેરી વધી જતાં અમદાવાદ કસ્ટમ વિભાગે પોલીસ કમિશનરને એક પત્ર પાઠવીને એક Âસ્નફર ડોગની પણ માગણી કરી હતી. આ Âસ્નફર ડોગની સાથે એક તાલીમબદ્ધ પોલીસ જવાન પણ તૈનાત રહેશે. આ Âસ્નફર ડોગ પેસેન્જરની બેગને સૂંઘીને તેમાં ડ્રગ્સ છે કે નહીં તે પકડી પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.