Western Times News

Gujarati News

વિવેકાનંદનગરથી ઈસ્કોન સુધી રૂટ નં. ૧પ૧ની બસ ફ્રીકવન્સી વધારવા માંગ

લગભગ ૬૦ થી ૭૦ સ્ટોપેજ, કલાકથી વધારે સમયનો રૂટ, ભરચક વસ્તીવાળા વિસ્તારમાંથી નીકળતા રૂટમાં ભરચક પેસેન્જરો તો બસો ઓછી કેમ ?

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં બસ પુરી પાડવામાં આવતી સેવાને કારણે સેંકડો લોકો સમયસર પોતાના કામકાજના સ્થળે પહોંચી શકે છે.

દિવસે- દિવસે લાલબસોની સુવિધા વધવાની સાથે તેનું આધુનિકરણ થઈ રહયાના દાવા વચ્ચે લાલબસની કામગીરીનો વ્યાપ વધ્યો છે. શહેરને અડીને આવેલા અંદરના વિસ્તારો સુધી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરને અડીને આવેલા વિવેકાનંદથી છેક ઈસ્કોન સુધી લાલબસ દોડે છે જેને લીધે આ રૂટ પરથી પસાર થતી ૧પ૧ નંબરની બસની સેવાનો લાભ રોજબરોજ મોટી સંખ્યામાં લોકો લે છે વિવેકાનંદનગરથી ઈસ્કોન વચ્ચેના માર્ગ પર જવાવાળો વર્ગ વિશાળ છે ત્યારે ૧પ૧ની બસોની ફીકવન્સી હાલમાં છે તેમાં વધારો કરવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહયા છે. સામાન્ય રીતે આ રૂટ પર એટલે કે વિવેકાનંદથી છેક ઈસ્કોન સુધી મોટી સંખ્યામાં સ્ટોપેજ બસ સ્ટેન્ડ આવે છે.

એક આંકડા પ્રમાણે લગભગ ૬૦ થી ૭૦ બસ સ્ટોપ આવે છે અને લગભગ ર૩ થી રપ કિ.મીનો રૂટ પુરો કરતા ડ્રાઈવરને એક કલાકથી દોઢ કલાકનો સમય લાગે છે, કારણ કે આ રૂટ ટ્રાફિકવાળા માર્ગથી પસાર થતો હોવાથી એવરેજ ટ્રાફિકજામ જોવા મળે છે. પીક અવર્સીમાં ૧પ-ર૦ મીનીટ વધારે ગણી લો તો કલાક ઉપર થાય છે એ.એમ.ટી.એસના લાંબા રૂટ ગણાતા રૂટમાં કદાચ ૧પ૧ના રૂટની ગણતરી થતી હશે.

હાથીજણ, જશોદારનગર, સી.ટી.એમ., ખોખરા, કાંકરિયા, રાયપુર થઈ ખમાસા- લાલદરવાજાથી ટાઉનહોલ, ગુજરાત કોલેજથી લોગાર્ડન થઈ છેક ઈસ્કોન જાય છે. ઘણી વખત તો બે બસના પેસેન્જરો હોય તેટલી ભીડ જોવા મળે છે ત્યારે હજુ પણ આ રૂટ પર બસ વધારવામાં આવે તો તંત્રને લાભ તો થશે પણ પ્રજાને સગવડ મળશે તે હકીકત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.