અમદાવાદમાં 210 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ડિટેઇન

અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકે બુધવારે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની અને સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) શ્રી શરદ સિંઘલ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી.
અમદાવાદ શહેર પોલીસે ચલાવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 210 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ મુલાકાત બાદ તમામ અધિકારીઓએ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે એક બેઠક યોજી હતી, જેમાં આગામી કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરશ્રીએ આ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા અને કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ દળને નિર્દેશ આપ્યા હતા. આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા અમલીકરણના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે.