અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર આયોજિત કાર્યક્રમ યોજાયો !

બાર અને બેંચ ‘ન્યાયરથ’ના બે પૈડા છે પરમેશ્વરે ન્યાય આપવાની જવાબદારી આપણને સોંપી છે ત્યારે દુઃખી લોકોને ઝડપીને યોગ્ય ન્યાય મળે એ માટે સંવેદનશીલ બનવા અનુરોધ કરતા સુપ્રીમકોર્ટ ના ન્યાયમૂર્તિ મુકેશભાઈ શાહ
તસવીર અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં તથા સ્મોલ કોર્ટના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમની છે જેમાં વકીલાત ના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર વકીલોના સન્માનનો વિશેષ પરંપરાગત કાર્યક્રમ યોજાયો હતો! જેમાં સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મુકેશભાઈ શાહ,
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમાર, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ તથા સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશો સ્મોલ કોઝ કોર્ટના ન્યાયાધીશો તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેટલાક વકીલોનું કહેવું છે કે ગુજરાત હાઇકોર્ટ માં અપીલો બોર્ડ પર આવતા વધુ સમય જાય છે ત્યાં પણ ન્યાય ઝડપી ની જરૂર છે (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
વકીલો એ સામાજિક ડોક્ટર છે, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ નિવૃત્ત ન થાય અને જુનિયર વકીલો અથાગ પરિશ્રમ કરે એવો સંદેશો આપતા જસ્ટીસ શાહ
બ્રિટિશ મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે સુંદર રીતે કહ્યું છે કે “કુદરતની એ કિતાબ આપણે વાંચવી જ જાેઈએ જે પરમેશ્વરની કલમે લખાયેલી છે”!! જર્મન- અમેરિકન અને નોબલ પારિતોષિક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને કહ્યું છે કે “ધર્મ વિના ‘વિજ્ઞાન’ પાંગળું છે અને વિજ્ઞાન વિનાનો ‘ધર્મ’ અંધ છે”!!
અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ તથા સ્મોલકોઝ કોર્ટ ના પટાગણમાં અમદાવાદ એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ નુતન વર્ષના સ્નેહમિલન સમારંભમાં ૫૦ વર્ષની વકીલાત પૂર્ણ કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ નું સન્માન કરતા
આ અદભુત આયોજન સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી મુકેશભાઈ શાહની અધ્યક્ષતામાં, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમાર ની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિમાં, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુ શ્રી સોનિયાબેન ગોકાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ સુ શ્રી સુભનાબેન બક્ષી સાહેબ તથા સ્મોલ કોઝ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કાદરીની તેમજ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આવો સુંદર, પ્રેરણાદાયી અને અદભુત કાર્યક્રમ યોજાઈ ગયો
બાર અને બેન્ચ એ ન્યાયરથ બે પૈડા છે લોકોને આદર્શ ઝડપી ન્યાય મળવો જાેઈએ, ન્યાય અપાવવાની ના કાર્યની જવાબદારી પૂર્ણ કરવા આપણને પસંદ કર્યા છે – ન્યાયમૂર્તિ મુકેશભાઈ શાહ
અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના પટાંગણ માં યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મુકેશભાઈ શાહે અમદાવાદ સીટી સિવિલ અને સેશન કોર્ટના બિલ્ડીંગ ના ૬ થી ૧૦ માળ સુધી કેવી રીતે પહોંચ્યા તેનો ઇતિહાસ આલેખીને આ બિલ્ડિંગમાં
હવે લોકોને સનિષ્ઠ અને ઝડપી ન્યાય મળે તેના પર ભાર મુકતા તેમને પૂર્વ જસ્ટીસ શ્રી અનિલભાઈ દવેને યાદ કર્યા હતા અને સાથે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદ કુમાર ૨૯ વર્ષ જુના પેન્ડિંગ કેસની બાબત ધ્યાનમાં આવતા તેઓ અત્યંત દુઃખી છે તેમ કહીને તેમણે કોર્ટમાં આવતા દુઃખી લોકોને ઝડપી ન્યાય આપવાનો સહિયારો પ્રયત્ન કરવા અપીલ કરી હતી
જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ અત્યંત ગંભીરતાપૂર્વક અને વેદનાપૂર્વક કહ્યું હતું કે “વકીલોએ સામાજિક ડોક્ટર છે તેથી વકીલોનું વિશેષ સામાજિક ઉત્તરદાયિત્વ છે તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે બાર અને બેંચ એ ‘ન્યાયરથ’ બે પૈડા છે માટે આપણે લોકો માટે બન્યા છીએ લોકો દુઃખી હોય છે એટલે કોર્ટમાં આવે છે અને આ લોકોની સેવા કરવાનો મોકો પરમેશ્વરે આપ્યો છે!
ગુજરાતની ૧ કરોડથી વધુ વસ્તી છે જેમાં શ્રી પરમેશ્વરે આપણને લોકોને ન્યાય આપવાની અને ન્યાય અપાવવાની જવાબદારી સોંપી છે માટે સંવેદનશીલ બનીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો જુનિયર વકીલોને અથાગ પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો અને ૫૦ વર્ષની વકીલાત કરનારા વરિષ્ઠ ધારાસભ્યોને નિવૃત્ત ન થતા જુનિયસ વકીલોના માર્ગદર્શન બનવા પણ અનુરોધ કર્યો હતો