અમદાવાદની સૉટેક ફાર્માસ્યુટિકલ્સનો IPO NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે
અમદાવાદ સ્થિત, સૉટેક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ લોન લાઇસન્સ અથવા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ આધારે ઉચ્ચ ગુણવત્તાની ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો બનાવવામાં નિષ્ણાત કંપની છે.
કંપનીએ 30,00,000 શેર માટે તેના આઈપીઓ ની જાહેરાત કરી છે, જ્યાં ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 105 થી રૂ. 111 હશે, જેમાં પ્રત્યેક ઇક્વિટી શેર રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવશે. શેર 1200 શેરની લોટ સાઇઝમાં વેચવામાં આવશે. 30,00,000 શેરોમાંથી, 14,23,200 શેર QIB (ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર) ક્વોટા (એન્કર રિઝર્વેશન સહિત) માટે આરક્ષિત રહેશે, 4,28,400 શેર HNI (હાઈ-નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ) ક્વોટા માટે આરક્ષિત રહેશે,
9,98,400 શેર રિટેલ અને 1,50,000 શેર માર્કેટ મેકર ક્વોટા હેઠળ અનામત રાખવામાં આવશે. ઈશ્યુ 28 માર્ચ ના રોજ એન્કર માટે અને 29મી માર્ચ ના રોજ સામાન્ય પબ્લિક માટે ખુલશે અને 3જી એપ્રિલ, 2023ના રોજ બંધ થશે. તે પછીથી એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. બીલાઈન કેપિટલ એડવાઈસર્સ પ્રા. લિ. ઇશ્યૂના લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
ઇશ્યુની આવક નીચે આપેલ હેતુઓ માટે કરવામાં આવશે:
• કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે
• પેટાકંપનીમાં રોકાણ
• હાલની જગ્યામાં હાલની/નવી ઇમારતનું અપગ્રેડેશન/બાંધકામ
• સામાન્ય કોર્પોરેટ હેતુ
• ઈસ્યુ ખર્ચ
સૉટેક ફાર્માસ્યુટિકલ્સ પાસે ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને ખાદ્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. તેમની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા માં તેઓ ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ્સ, ઓરલ લિક્વિડ્સ, ડ્રાય સિરપ અને મલમ, લોશન અને ક્રીમ જેવી બાહ્ય દવાઓ સહિત ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માં સક્ષમ છે. ઉત્પાદન એકમ I અમદાવાદ જિલ્લાના સાણંદ GIDC-Il માં આવેલું છે.
આ સુવિધામાં વ્યાપક ઉત્પાદન એકમ, ગુણવત્તા નિયંત્રણ વિભાગ, માઇક્રોબાયોલોજીકલ લેબોરેટરી અને કાચો માલ અને તૈયાર ઉત્પાદનોનો સંગ્રહ છે, જેને વિશ્વ આરોગ્ય સંસ્થાના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (WHO GMP) ધોરણો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મેન્યુફેક્ચરિંગ યુનિટ II પણ બીટા લેક્ટમ પ્રોડક્ટ્સ માટે અમદાવાદ જીલ્લાના સાણંદ જીઆઇડીસીમાં સ્થિત છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (ડબ્લ્યુએચઓ જીએમપી) ધોરણો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સર્વોચ્ચ સલામતી અને પર્યાવરણીય ધોરણો ને ધ્યાનમાં રાખી ને કાર્ય કરે છે,
તેમજ ક્રોસ-પ્રદૂષણની શક્યતાઓને ઘટાડવા માટે જરૂરી અલગતા અને પ્રક્રિયાઓ અને વિભાગોના ભિન્નતાને સુનિશ્ચિત કરે છે. તેના પ્રભાવશાળી ગ્રાહકોમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ટાસ, રોનક હેલ્થ કેર, સનરેસ્ટ લાઇફસાયન્સ, લિંકન ફાર્માસ્યુટિકલ્સ, ટ્રીટવેલ ફાર્મા અને અન્ય નો સમાવેશ થાય છે. કંપનીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં અને વૈશ્વિક હાજરી ધરાવે છે.
કંપનીએ તાજેતરમાં તેની ક્ષમતા નું વિસ્તરણ પૂર્ણ કર્યું છે અને તેની પેટાકંપની, સૉટેક લાઈફસાઈનસસ પ્રાઇવેટ લિમિટેડમાં આગામી સુવિધા છે, જે વૃદ્ધિ માટે નોંધપાત્ર જગ્યા પૂરી પાડે છે. હાલની બિનઉપયોગી ક્ષમતાઓના ઉપયોગથી વળતર ગુણોત્તરમાં સુધારો કરવાની અપેક્ષા છે.
કંપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સૉટેક રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડમાં સારી રીતે સજ્જ R&D (સંશોધન અને વિકાસ) ક્ષમતાઓ ધરાવે છે. અનુભવી પ્રોમોટરો ના વિવિધ ઉદ્યોગોમાં 59 વર્ષથી વધુના સંયુક્ત અનુભવ દ્વારા કંપની ની પ્રગતિ ને સમર્થન મળે છે. તેમના નેતૃત્વ, માર્ગદર્શન અને વ્યૂહાત્મક દેખરેખ કંપનીની સફળતા અને વૃદ્ધિ માં મુખ્ય ભૂમિકા ભજવે છે.
સૉટેક ફાર્માસ્યુટિકલ્સે વર્ષ દર વર્ષ પ્રભાવશાળી નાણાકીય વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 23 ના 6 માસિક ગાળા માટે તેની કામગીરીમાંથી એકીકૃત આવક રૂ. 39.75 કરોડ હતી, જ્યારે તે નાણાંકીય વર્ષ 22 માટે રૂ. 73.15 કરોડ અને નાણાંકીય વર્ષ 21 માટે રૂ. 48.84 કરોડ હતી.
નાણાંકીય વર્ષ 23 ના 6 માસિક ગાળા માટે તેનો એકીકૃત EBITDA (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલા ની કમાણી) રૂ. 3.68 કરોડ હતી, જ્યારે નાણાંકીય વર્ષ 22 માટે તે રૂ. 6.14 કરોડ અને નાણાંકીય વર્ષ 21 માટે રૂ. 1.46 કરોડ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 23 ના 6 માસિક ગાળા માટે રૂ. 0.47 કરોડનો એકીકૃત PAT (કર પછી નો નફો) નોંધાવ્યો હતો, જે નાણાંકીય વર્ષ 22 માટે રૂ. 2.88 કરોડ હતો.
કંપનીના પ્રમોટર્સ શ્રી શરદકુમાર દશરથભાઈ પટેલ, શ્રી દિનેશકુમાર બાબુલાલ ગેલોત, શ્રી વિશાલકુમાર દેવરાજભાઈ પટેલ, શ્રી ચેતનકુમાર બચુભાઈ પટેલ અને શ્રીમતી કિરણ બલદેવભાઈ જોટાનિયા છે.