Western Times News

Gujarati News

અમદાવાદ (ગ્રામ્ય), બાવળા દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝના નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય), બાવળા દ્વારા મોટર સાઇકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ38-AKના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (ગ્રામ્ય), બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

મોટર સાઇકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ38-AKના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/parivahan પર

આગામી તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક પછીથી તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. અને તા. ૨૦  ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ બપોરે ૪.૦૦ કલાકે ઈ-ઓક્શનનું પરિણામ જાહેર કરાશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/parivahan વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસની અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમનાં નાણાં જમા કરાવવાનાં રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.