ભગતસિંહના 95મા શહીદ દિન નિમિત્તે અમદાવાદમાં વિવિધ સંગઠનોએ શ્રધ્ધાંજલિ પાઠવી

શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના 95મા શહીદ દિન નિમિત્તે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (AIDSO), ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યૂથ ઓર્ગેનાઈઝેશન (AIDYO) અને ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન (AIMSS) દ્વારા 22 માર્ચ અને 23 માર્ચ બન્ને દિવસે ગુજરાત કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, મીઠાખળી ગામ, વાડજ સ્વિમીંગ પૂલ અને અન્ય જગ્યાઓ પર શ્રધ્ધાંજલિ કાર્યક્રમો યોજવામાં
જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, દુકાનદારો, સિક્યુરીટીનો સ્ટાફ, આસપાસમાંથી પસાર થતાં લોકો સહિત અનેક લોકોએ શહીદોને પુષ્પો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં વક્તવ્ય, ગીતો, નારાઓ, વગેરેનો સમાવેશ થાય છે. સહુ કોઈ શહીદોને શ્રધ્ધાંજલિ આપતા આપતા તેમના અધૂરાં સપનાં પૂરાં કરવા કટિબધ્ધ થતાં હતા.