Western Times News

Gujarati News

ચોંકાવનારો કિસ્સોઃ RERAની ચકાસણી કર્યા વગર બિલ્ડરને નાણાં ચુકવશો તે ફસાઈ જશો

બોપલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી -બોપલમાં બે ઠગ બિલ્ડરોએ સ્કીમની જાહેરાત કરી રૂ.ર.ર૩ કરોડ પડાવ્યા

(એજન્સી)અમદાવાદ, બોપલ ઘુમા રોડ પર સ્કીમ લોચ કરવાની જાહેરાતના પાટીયા મારીને બે ઠગ બિલ્ડરોએ આઠ લોકોને પાસેથી કુલ રૂ.ર.ર૩ કરોડ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં લોકો પાસેથી દુકાન અને ફલેટના બુકીગ અને એડવાન્સ પેટે લીધા હતા. તેની ખોટી રસીદો પણ બનાવીને આપી હતી.

પરંતુ સાઈટ પર કામ શરૂ થયું ન હતું. અને બોર્ડ પણ તોડી નાખ્યા હતા અને ઓફીસ પણ બંધ કરીને જતા રહયા હતા. આ અંગે બોપલ પોલીસે બંને ઠગ બિલ્ડરો સહીત ત્રણ લોકો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

મકાન, ફ્લેટ કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતાં પહેલાં શું ધ્યાન રાખશો?

કોઈ પણ પ્રોપર્ટી ખરીદતાં પહેલાં બિલ્ડરનું રેરા રજીસ્ટ્રેશન ચકાસો, બિલ્ડરની સાઈટ પર રેરા સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તેમજ છાપામાં આવતી જાહેરાત, રસ્તામાં લાગેલા હોર્ડિગ, સાઈટ પર લાગેલું બોર્ડ તમામ જગ્યાએ રેરા નંબર લખવો જરૂરી છે. 

The authority has prescribed that for appropriate compliance (RERA Registered projects shall contain the (i) RERA registration number as indicated in the Registration certificate {for example: PR/GJ/Ahmedabad/Ahmedabad City/AUDA/CAA2222/21817}) as well as (ii) address of the Guj-RERA website www.guirera.gujarat.gov.in while advertising the Registered Real Estate Projects in media such as;

1) Newspaper-Paper Print and Digital media
2) Brochures and Leaflets
3) Outdoor Publicity
4) Audio-Visual Media

સાણંદમાં રહેતા ભાવેશભાઈ રવાણી બોપલમાં વીઝા કન્સલટન્સીની ઓફીસ ધરાવી ધંધો કરે છે. ગત જાન્યુઆરી ર૦ર૪માં તેઓ ઓફીસથી ઘરે જતા હતા તે સમયે સાઉથ બોપલમાં પ્રીવીલોન ગ્રુપના બોર્ડ જોયા હતા. જેથી ભાવેશભાઈએ ફોન કરતા હીરેન કારીઆએ વાત કરી હતી. બાદમાં ભાવેશભાઈ હીરેનને તેનીસાઈટ રીચમન્ડ બાય રર સ્ટોરી પર મળ્યા હતા.

જયાં હીરેન અમે આ જગ્યા વેચાણ રાખી છે. અને અહી બે રૂમ અને ત્રણ રૂમ રસોડાના રર માળના ફલેટો બનાવીએ છીએ તેમાં બે ફલોર પર દુકાનો હશે. જેમાં પ૬ લાખમાં એક દુકાન લેવાનું ભાવેશભાઈ એ નકકી કર્યું હતું. જેમાં એડવાન્સ પેટે રૂ.૧.૭૬ લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ બિલ્ડર કારીયા અને જયદીપ કોટકને ટુકડે ટુકડે પ૬ લાખ રૂપિયા આપી દીધા હતા.

જોકે આટલા રૂપિયા આપ્યા બાદ સ્કીમનું કામ ચાલુ નહી થતાં ભાવેશ રવાણીએ ઈન્કવાયરી કરી હતી. ત્યારે જ એક દિવસ સ્કીમની જાહેરાતના બોર્ડ ફાડી નાખવામાં આવ્યા હતા. બાદમાં સાઈટ ઓફીસ પણ બંધ કરી દીધી હતી. જેથી તેણે બંને બિલ્ડરને ફોન કર્યો હતો. ત્યારે બંનેએ રૂપિયા પરત મળશે નહી જો પૈસા માંગશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.

બાદમાં ભાવેશભાઈએ તપાસ કરતાં બંને બિલ્ડર ઠગોએ ખોટી રસીદો આપી હતી. અને આઠ લોકો પાસેથી કુલ રૂ.ર.ર૩ કરોડ પડાવ્યા હતા. અને સ્કીમ શરૂ કરી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.