Western Times News

Gujarati News

અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસ અને અમદાવાદ-ચેન્નઈ હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ રદ કરાઈ

પ્રતિકાત્મક

સોલાપુર ડિવિઝનના દૌંડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેક નિર્માણ માટે તાત્કાલિક અસરથી 09મી ઓગસ્ટ 2022 સુધી બ્લોક લેવામાં આવશે.જેના કારણે અમદાવાદ ડિવિઝનની બે જોડી ટ્રેનો રદ કરવામાં આવી છે.વિગતો નીચે મુજબ છે.

·         તા.08.08.2022 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 22920 અમદાવાદ- ચેન્નઈ હમસફર એક્સપ્રેસ રદ રહેશે.

·         તા.10.08.2022 ના રોજ ચેન્નઈથી ઉપડતી ટ્રેન નંબર 22919 ચેન્નઈ-અમદાવાદ હમસફર એક્સપ્રેસ રદ રહેશે.

·         તા.06.08.2022 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 20954 અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસ રદ રહેશે.

·         તા.12.08.2022ના રોજ ચેન્નઈથી ઉપડતી ટ્રેન નંબર 20953 ચેન્નઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.