Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાના રોગચાળાએ છેલ્લા ર૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ચાલુ વર્ષે કોલેરાના ર૦૦ કન્ફર્મ કેસ ઃ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૦૬ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ર૦ર૪ના વર્ષ દરમિયાન ડેન્ગયુ, ચીકનગુનીયા, કોલેરા અને કમળાના રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને કોલેરાના રોગચાળાએ છેલ્લા બે દાયકાના વિક્રમ તોડયા છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી કોલેરાના ર૦૦ કેસ નોંધાયા છે જે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ છે. કોલેરાના કુલ કેસ પૈકી પ૦ ટકા કેસ માત્ર દક્ષિણ ઝોનમાં જ કન્ફર્મ થયા છે.

અમદાવાદ શહેરમાં અત્યંત જીવલેણ અને ઘાતક માનવામાં આવતા કોલેરાના રોગચાળાએ છેલ્લા અઢી દાયકાના રેકોર્ડ બ્રેક કર્યાં છે ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના ર૦૦ કેસ કન્ફર્મ થયા છે. જે ર૧મી સદીમાં અમદાવાદમાં નોંધાયેલ સૌથી વધુ કેસ હોવાનું માનવામાં આવે છે. ર૦૦૭ બાદ જોવામાં આવે તો કોલેરાના સૌથી વધુ ૧૬૮ કેસ ર૦૧૩ના વર્ષ દરમિયાન જોવા મળ્યા હતાં

જયારે ર૦૧૦માં ૧૬પ અને ર૦૧૬માં ૧૦ર કેસ કન્ફર્મ થયા હતાં. જયારે ર૦૧૭ થી ર૦ર૩ સુધી કોલેરાના કેસનો આંકડો ૧૦૦થી નીચો જ રહયો છે. ર૦ર૦માં કોલેરાના ૦ કેસ હતાં શહેરના શ્રમજીવી વિસ્તારોમાં કોલેરાના કેસ મોટી સંખ્યામાં કન્ફર્મ થઈ રહયા છે. ખાસ કરીને દક્ષિણ ઝોનના લાંભા, વટવા, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાંથી કોલેરાના રોગચાળાએ આંતક મચાવ્યો છે.

અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન પાણીજન્ય રોગચાળોનો આતંક સતત જોવા મળ્યો છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો અને કોલેરાના કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન કમળાના ર૭પ૩ કેસ નોંધાયા છે. જે પૈકી નવેમ્બરના પ્રથમ ૯ દિવસમાં જ ૮પ કેસ કન્ફર્મ થયા છે. ર૦રરના વર્ષમાં રપ૦૮ અને ર૦ર૩માં ૧૭૩૯ કેસ નોંધાયા હતાં તેવી જ રીતે ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે.

ર૦રરમાં ઝાડા-ઉલ્ટીના ૬૬૦૪ અને ર૦ર૩માં ૬૮૪૭ કેસ નોંધાયા હતા જેની સામે ર૦ર૪માં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ૯૪૭૮ કેસ કન્ફર્મ થયા છે. ટાઈફોઈડમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. ર૦રરમાં ટાઈફોઈડના ૩૧૩૮ અને ર૦ર૩માં ૪૩૦૮ કેસની સામે ર૦ર૪માં ૪૮૧૬ કેસ નોંધાયા છે મ્યુનિ. કોર્પોરેશન તરફથી સપ્લાય થતા પ્રદુષિત પાણી અને બેરોકટોક વેચાણ થતાં બિનઆરોગ્યપ્રદ આહારના કારણે પાણીજન્ય રોગચાળો વકરી રહયો હોવાનું સ્પષ્ટ જણાય છે.

મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ખાસ એસઓપી તૈયાર કરાવી હતી જેમાં એન્જીનીયરીંગ અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે મળી આ દિશામાં કામ કરવાની સુચના આપવામાં આવી હતી પરંતુ શેઠની શીખામણ ઝાંપા સુધી કહેવત અહીં પણ કામ કરી રહી છે. તદ્‌ઉપરાંત ગાંધીનગરથી નિયુક્ત થતાં અધિકારીઓ પણ ફિલ્ડમાં જવાનું ટાળી રહયા હોવાથી વાસ્તવિક પરિસ્થિતિનો તેમને અંદાજ આવી રહયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.