દાલફ્રાયમાંથી જીવાત નીકળતા મ્યુનિ. કોર્પોરેશને સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ સીલ કરી
અમદાવાદ શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે.
દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી જીવ-જંતુઓ નીકળે છે. રવિવારે શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલના અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી સિટી પોઇન્ટ રેસ્ટોરાંના દાલફ્રાયમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ એક પરિવાર ઘ્વારા સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શોવરનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે દલફ્રાયમાંથી જીવાત નીકળી હતી પરિવારના સભ્યએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફૂડ વિભાગ અંગે જણાવ્યું હતું કે, ફરિયાદ કરી પણ કોઈ ન આવ્યું નહતું.!.
જોકે, મોડી સાંજે મળતી માહિતી મુજબ AMCનાં ફૂડ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં ચેકિંગ કરી સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી કરી હતી.