અમદાવાદ શહેર: વિજ્ઞાન પ્રવાહમાં ૮૧.૪૫% અને સામાન્ય પ્રવાહમાં ૮૯.૨૧% પરિણામ

પ્રતિકાત્મક
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૬.૩૧% અને સામાન્ય પ્રવાહમાં ૯૦.૯૫% પરિણામ સાથે અમદાવાદ ગ્રામ્યનો દબદબો
વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ શહેરમાં ૭૦૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.-સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરમાં ૨૪,૭૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરના વિદ્યાર્થીઓએ ઝળહળતું પ્રદર્શન કર્યું છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૬.૩૧% અને સામાન્ય પ્રવાહમાં ૯૦.૯૫% પરિણામ સાથે અમદાવાદ ગ્રામ્યએ અમદાવાદ શહેરની સરખામણીએ વધુ સારું પરિણામ મેળવ્યું છે. અમદાવાદ શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં ૮૧.૪૫% અને સામાન્ય પ્રવાહમાં ૮૯.૨૧% પરિણામ પ્રાપ્ત થયું છે.
વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ શહેરમાં ૭૦૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો ૩૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, ૪૬૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૧૦૭૪ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૧૩૩૫ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૧૩૬૧ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૧૧૫૯ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતા.
વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ ગ્રામ્યમાં ૪૯૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ અનુસાર પરિણામોમાં અમદાવાદ ગ્રામ્યમાં ૩૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, ૩૫૧ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૮૧૦ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૧૦૫૬ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૯૬૯ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૮૧૬ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.
સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરમાં ૨૪,૭૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ મુજબ પરિણામોમાં ૪૫૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ ,૨૬૩૮ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૪૩૯૩ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૫૫૯૭ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૫૫૬૧ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૩૧૦૪ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.
સામાન્ય પ્રવાહમાં અમદાવાદ ગ્રામ્યમાં ૧૯,૧૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૨૮૧ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ , ૧૯૬૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૩૫૩૬ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૪૭૦૪ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૪૫૭૧ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૨૧૯૬ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.