ઠંડીએ જોર પકડતા એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું

(એજન્સી)અમદાવાદ, ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે અમદાવાદ શહેરમાં ગત મોડી રાતેથી સુસવાટા મારતા તોફાની પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છ. શિયાળાની વિદાય વેએ જ એકાએક ઠંડાગાર પવનો ફૂંકાતા લોકોએ ફરી એક વખત ધ્રુજાવી દેતી ઠંડીની અસર અનુભવી છે.
ઠંડીએ એકાએક જોર પકડતા એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી જેટલું ગગડી ગયું છે. ગઈકાલે શહેરમાં ૩પ ડિગ્રી સેÂલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું પરંતુ આજે તેમાં ઘટાડો થયો છે અને તે ૩ર.૭ ડિગ્રી સેÂલ્સયસ પર પહોંચી ગયું છે.
અમદાવાદમાં આજે વહેલી સવારે ૧૭.ર ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતાં થોડું ઓવું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી હજુ આ પ્રકારનું ઠંડકવાળું વાતાવરણ રહેવાની શકયતા છે. ત્યારબાદ ફરી ખેક વખત ગરમી ભુક્કા બોલાવી દેશે તે નક્કી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે પણ સુસવાટાભેર પવન ફૂંકાયો હતો.
હવામાન વિભાગે પવનનું જોર વધવાની આગાહી સાથે યલો વો‹નગ પણ જારી કરી છે. આમ તો રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વાતાવરણમાં મોટો ફેરફારો જોવા મળી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ તાપમાન ૩૮ ડિગ્રી સેÂલ્સયસ સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગના ડિરેકટર અશોકકુમાર દાસે જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફના તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે. આગામીર૪ કલાકમાં તાપમાનમાં હજે પણ બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. ત્યારબાદ ફરીથી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધી જશે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં યલો વો‹નગ જારી કરવામાં આવી છે.
વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેશે અને ૪પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. આથી માછીમારોને આગામી ૪૮ કલાક સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩થી ૩૪ ડિગય્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. ત્યારબાદ તેમાં ક્રમશઃ વધારો થતો જશે અને ૧ માર્ચ સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી કે તેને પાર થઈ શકે છે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થયું છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હાલ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને ગુજરાત પર તે દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર ઓચિંતું વધ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન મહંદઅંશે સંભાવના છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાતના તાપમાનમાં ઓચિંતો ઘટાડો નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં આ વિસ્તારોમાં પણ ગરમી ફરીથી વધે તેવી શક્યતા છે.
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર ગુજરાતના મોટાભાગના શહેરોનું મહત્ત્વ તાપમાન થોડું ઘટયું છે. અમરેલીમાં ૩૩.૮ ડિગ્રી, વડોદરામાં ૩પ.૬ ડિગ્રી, ભાવનગરમાં ૩૩.પ ડિગ્રી, ભૂજમાં ૩ર.૩ ડિગ્રી, દાહોદમાં ૩૧.પ ડિગ્રી, ડાંગમાં ૩પ.૯ ડિગ્રી, ડીસામાં ર૯.૮ ડિગ્રી, દ્વારકામાં ૩૧.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩ર.પ ડિગ્રી, જામનગરમાં ૩૦ ડિગ્રી, કંડલામાં ૩૩ ડિગ્રી, ઓખામાં ર૮.૮ ડિગ્રી પોરબંદરમાં ૩૩.૬ ડિગ્રી, રાજકોટમાં ૩૩.૭ ડિગ્રી, સુરતમાં ૩૪ ડિગ્રી અને વેરાવળમાં ૩૪.૪ ડિગ્રી સેÂલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.