Western Times News

Gujarati News

ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા અમદાવાદ કલેક્ટરની તાકીદ

અમદાવાદ ખાતે કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

પ્રોએક્ટિવ એપ્રોચ રાખી ટોપ પ્રાયોરિટીના ધોરણે પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવીએ: કલેકટર શ્રી સુજીત કુમાર

અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક  યોજાઈ હતી. આ બેઠક કલેકટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લા સંકલન સમિતિમાં સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા સીધું મોનીટરીંગ કરવામાં આવે છે. Ahmedabad Collector Sujit Kumar review meeting

ત્યારે નિયત સમયમર્યાદામાં પ્રોએક્ટિવ એપ્રોચ રાખી ટોપ પ્રાયોરિટીના ધોરણે પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીઓને જણાવ્યું હતું. કલેકટરશ્રીએ વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ધારાસભ્યશ્રીઓ અને અન્ય વિભાગો સાથે સંકલન સાધવા પણ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના નિકાલ માટેની વ્યવહારિક સમયમર્યાદા આપી હકારાત્મક અભિગમથી નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું, આ ઉપરાંત સંકલન, સંવાદ, હકારાત્મકતા થકી પદાધિકારીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા જણાવ્યુ હતું.

આ તકે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવા અને પ્રશ્નનો નિકાલ કરવા પણ  સૂચન કર્યું હતું, તેમણે કેન્દ્ર સરકારના વિભાગો સાથે સંકલન સાધવા પત્ર લખવા સૂચન કર્યું હતું, બેઠકમાં વિવિધ વિકાસના પ્રશ્નો, રેલવે, જમીન સંપાદન, ગટર, વરસાદી પાણીનો નિકાલ,

વિકાસના કામો માટેની જગ્યાની ફાળવવી, દબાણો દૂર કરાવવા, રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા, રોડ રિસરફેસ, નર્મદા કેનાલની સફાઈ કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરી તેનો ઝડપથી ઉકેલવા લાવવા સૂચના આપી હતી. આગામી સમયમાં હિટ વેવ ની શક્યતાને ધ્યાને લઈ કરવાની થતી કામગીરી અને ચોમાસાની ઋતુમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી હાર્દ શાહ સહિત પ્રાંત અધિકારીઓ અને સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.