અમદાવાદમાં રાતભર કોમ્બિંગ ૪૦૦થી વધુ પીધેલા ઝડપાયા: 1400 વાહનો ડિટેઈન
ગોમતીપુરમાંથી પકડાયેલા યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા ભારે હોબાળો
અમદાવાદ, ગાંધીનગરથી અમદાવાદના પોલીસ અધિકારીઓને ખખડાવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસમાં જાણે રાતોરાત નવજીવન આવ્યું હોય એમ આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરીને વાહન ચેકિંગ અને બ્રેથ એનેલાઇઝરથી કામગીરી કરતા પોલીસકર્મચારીઓ જોવા મળ્યા હતા. પોલીસે રેડ કરી ૪૦૦ દારૂડિયા અને ૧,૪૦૦ વાહન ડિટેઇન કર્યાં છે.
ગોમતીપુર વિસ્તારમાં સોમવાર રાત્રે પોલીસ કોમ્બિંગ વખતે દારૂના અડ્ડા ઉપર નશાની હાલતમાં આઠ શખસને ઝડપી લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૨૭ વર્ષીય યુવક દર્શન ચૌહાણને ગભરામણ થતાં મેડિકલ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. એક તરફ દર્શન ચૌહાણના પરિવાર દ્વારા પોલીસ સમક્ષ દર્શનને ખેંચ આવવાની બીમારી હોવાની કબૂલાત કરવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ મીડિયા સમક્ષ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે તેને કોઈપણ બીમારી ન હતી, ફક્ત તેને દારૂ પીવાની આદત હતી. પરિવારે દર્શનના મોત મામલે શંકા વ્યક્ત કરી છે અને પોલીસે પણ આ સમગ્ર મામલામાં કંઈ કાચું ના કપાય એ માટે તપાસ આરંભી છે.
અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ક્યાંક અકસ્માત તો ક્યાંક દારૂ પકડાઈ રહ્યો છે. તો કેટલાક દારૂના નશામાં જ અકસ્માત સર્જતા હોવાની ઘટના બની રહી છે. એવા સમયે હવે અમદાવાદ શહેર પોલીસ જાગી છે અને આખા અમદાવાદમાં ગઈકાલે મોડીરાતે કોમ્બિંગ કર્યું હતું. હજારો વાહનો ચેક કરવામાં આવ્યાં અને અનેક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોમતીપુર વિસ્તારમાં આઠ જેટલા લોકો અલગ અલગ જગ્યાએ દારૂ પીતા હોવાની વિગતના આધારે પોલીસે તમામને પકડી ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગોમતીપુરના એક ૨૭ વર્ષના દર્શન ચૌહાણને પણ દારૂના કેસમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તેને અન્ય કેદીઓની સાથે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.
વહેલી સવારે જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે એ સમયે તેને વેનમાં બેસાડવામાં આવ્યો હતો. જેવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે વેનમાંથી ઊતરતા દરમિયાન તે ગબડી પડ્યો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.
ૐ-ડિવિઝનના છઝ્રઁ આર.ડી ઓઝાએ જણાવ્યું હતું કે મોડીરાત્રે કોમ્બિંગ વખતે આઠ શખસને ગોમતીપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં મધરાત્રિએ ૩,૩૦ કલાકે એ તમામ લોકોને નશાની હાલતમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
ત્યાં મેડિકલ તપાસ પહેલાં જ દર્શન ચૌહાણ નામના ૨૭ વર્ષીય યુવકનું ઢાળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ માલૂમ પડશે.દર્શન ચૌહાણની માતા જશોદાબેન ચૌહાણ અને બહેન ભારતી બહેન ચૌહાણે જણાવ્યું હતું કે મારા ભાઈને કોઈપણ પ્રકારની બીમારી ન હતી, તેને ફક્ત દારૂ પીવાની લત હતી અને તેનું આવી રીતે મૃત્યુ થયું એ માનવામાં જ આવતું નથી.
જ્યારે દર્શન ચૌહાણની માતા જશોદાબેને જણાવ્યું હતું કે રાત્રે મારો દીકરો જમ્યા પછી મસાલો ખાઈને આવું છું એમ કહીને બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ રાતના ૧૧ વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે પોલીસે અમને પકડી લીધા છે અને સવાર સુધીમાં દારૂના અડ્ડાવાળી લીલા અમને છોડાવી લેશે,
પરંતુ સવારમાં અમને ફોન આવ્યો કે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને તેની તબિયત ખરાબ છે. જ્યારે અહીં આવ્યા ત્યારે જાણકારી મળી કે તેનું મૃત્યુ થયું છે. મને મારો દીકરો પાછો જોઈએ છે, નહીં તો હું પોલીસ સામે જ મારો જીવ આપી દઈશ અને પોલીસને.પણ એમાં હેરાનગતિ થશે.