ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ-ગુજરાતની ધરતી પર જન્મેલી ત્રણ મહાન હસ્તી દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.
(એજન્સી)અમદાવાદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે (૮ એપ્રિલ) ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યા હતા. ખડગેએ આરોપ લગાવ્યો કે, છેલ્લાં અનેક વર્ષોથી રાષ્ટ્રીય નાયકો વિરુદ્ધ સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
તેમણે અમદાવાદમાં પાર્ટીની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં કહ્યું કે, સરદાર પટેલ આરએસસની વિરાધારાની વિરુદ્ધ હતા અને આ હાસ્યાસ્પદ છે કે, આજ તેમના સંગઠનના લોકો સરદાર પટેલની વિરાસત પર દાવો કરે છે. આ સાથે જ ખડગેએ ગાંધી અને સરદારની ભૂમિ પરથી પ્રેરણા લેવાની પણ વાત કહી હતી.
कांग्रेस के 140 साल के इतिहास में 86 अधिवेशन हुए। इनमें 6 अधिवेशन गुजरात की धरती पर हुए, जिनमें 3 अहमदाबाद शहर में हुए।
अहमदाबाद हमारे लिए तीर्थ स्थल जैसा है। यहां साबरमती आश्रम है, सरदार पटेल राष्ट्रीय स्मारक है। यह अधिवेशन महात्मा गांधी जी के कांग्रेस अध्यक्ष बनने की शताब्दी… pic.twitter.com/xq1LRPcsTY
— Gujarat Congress (@INCGujarat) April 9, 2025
ખડગેએ એવો પણ દાવો કર્યો કે, આજે સાંપ્રદાયિક વિભાજન દ્વારા દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે અને સામંતશાહી એકાધિકાર સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગે છે.
કાર્યકારી સમિતિની બેઠકનું આયોજન ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’ પર કરવામાં આવ્યું છે. પાર્ટીના અધિવેશનના એક દિવસ પહેલાં તેમણે કહ્યું કે, આ વર્ષે મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર ૧૯૨૪માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી મારા ગૃહ રાજ્ય કર્ણાટકના બેલંગાવ કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા.
આ શતાબ્દી સમારોહ અમે ૨૬ ડિસેમ્બરે કર્ણાટકમાં ઉજવ્યો હતો. સંગઠનની મજબૂતી પર ભાર આપતાં ખડગેએ કહ્યું કે, આપણે વિચારધારાને આગળ વધારવાની જરૂર છે. ગુજરાતની ધરતી પર જન્મેલી ત્રણ મહાન હસ્તી દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા.
ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું હથિયાર આપ્યું. આ એટલું મજબૂત હથિયાર છે કે, તેની સામે કોઈ તાકાત ટકી નથી શકતી. સરદાર પટેલને યાદ કરતાં ખડગેએ કહ્યું કે, ‘આ વર્ષે ૩૧ આૅક્ટોબરે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી છે. જવાહરલાલ નહેરુ તેમને ભારતની એકતાના સંસ્થાપક કહેતા હતા. તેમની ૧૫૦મી જન્મ જ્યંતિ પર આપણે દેશભરમાં ઉજવણી કરીશું.
Congress leaders at Sabarmati Ashram where Bapu spent crucial years giving moral direction to our freedom struggle. After the Extended CWC meeting, They held a prayer meeting at Sabarmati Ashram this evening.
