અમદાવાદમાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: તમામ અર્બન સેન્ટર પર આજથી રસીકરણ થશે
રાજય સરકારે કોવિશીલ્ડના રપ હજાર અને કો વેક્સિનના ૧૮ હજાર ડોઝ આપ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થયા બાદ સરકારે સાવધાની રાખવાની સુચના આપી છે છતાં અમદાવાદીઓ અને ખાસ કરીને યુવાનો કોવિડ રસીના ત્રીજા ડોઝ માટે ઉદાસીન છે.
અમદાવાદ શહેરમાં આરોગ્ય કેન્દ્રો પર સરકાર મફતમાં રસી આપતી હોવા છતાં બહુ ઓછા લોકોએ ત્રીજાે ડોઝ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રસીની અછત સર્જાઈ હતી. રાજ્ય સરકાર તરફથી કોવિશિલ્ડ અને કોવેકશીન રસી નો જથ્થો મળ્યો હોવાથી મંગળવારથી તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રસીકરણ શરૂ થઈ જશે.
અમદાવાદ શહેરમાં કોરોનાની દહેશત વચ્ચે રસીનો જથ્થો ખતમ થઈ જતાં શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો શહેરમાં લગભગ ર૦ દિવસ સુધી રસી ઉપલબ્ધ થઈ ન હતી. રાજય સરકાર તરફથી સોમવારે કોવિશીલ્ડ અને કો વેક્સિન રસી મનપાને સપ્લાય કરવામાં આવતા મંગળવારથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ જશે
ખાસ કરીને જે નાગરિકોએ બુસ્ટર ડોઝ લીધા નથી તેમના માટે ઘણા રાહતના સમાચાર છે મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ સરકાર તરફથી કોવિશીલ્ડના રપ હજાર અને કો વેક્સિનના ૧૮ હજાર ડોઝ મળ્યા છે તેથી નાગરિકોને સરળતાથી બુસ્ટર ડોઝ મળી શકશે.
અમદાવાદ શહેરમાં જાન્યુઆરી મહિનામાં માત્ર ર૦પ૩ ડોઝ લગાવવામાં આવ્યા હતા જે પૈકી ૧પ૪૧ નાગરિકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. શહેરમાં કુલ ૪૬ લાખ ૮૯ હજાર નાગરિકોએ બુસ્ટર ડોઝ લેવાના છે જે પૈકી ૧૦ લાખ પ૭ હજાર નાગરિકોએ જ બુસ્ટર ડોઝ લીધા છે જેની ટકાવારી માત્ર રર.પપ થાય છે
જયારે પપ લાખ ૩૭ હજાર નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે જેમાં ૧રથી ૧૪ વય જૂથમાં ૧ લાખ ૪૯ હજાર, ૧પ થી ૧૭ વય જૂથમાં ર લાખ ર૭ હજાર, અને ૧૮ કે તેથી વધુ વયના પ૧ લાખ ૬૦ હજાર નાગરિકોનો સમાવેશ થાય છે. જયારે કુલ પ૦ લાખ ર૯ હજાર નાગરિકોએ બીજાે ડોઝ લીધો છે.
જેમાં ૧રથી ૧૪ વર્ષની વયમાં ૧ લાખ ૧૬ હજાર ૧પથી ૧૭ વર્ષની વય જુથમાં ૧ લાખ ૯૬ હજાર અને ૧૮ કે તેથી વધુ ઉંમરના નાગરિકોએ ૪૭ લાખ ૧૬ હજાર વેક્સિન ડોઝ લીધા છે. ૧૬ જાન્યુઆરીની પરિસ્થિતિએ કુલ એક કરોડ ૧૬ લાખ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.