Western Times News

Gujarati News

અમદાવાદના વૃદ્ધ સાથે 83 લાખની છેતરપિંડી કરનાર સાયબર ફ્રોડ હૈદ્રાબાદથી ઝડપાયા

સાઇબર ગઠિયાઓએ અમદાવાદના એક વૃદ્ધને શિકાર બનાવ્યા

(એજન્સી)અમદાવાદ, શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું વધુ નફો મેળવવાની લાલચે ફરી એક વખત સાઇબર ગઠિયાઓએ અમદાવાદના એક વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યા છે. અમદાવાદના એક વૃદ્ધ ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં પોતાની સાથે રૂપિયા ૮૩ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા હૈદરાબાદથી બે આરોપીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીમાંથી એક આરોપી કો ઓપરેટીવ અર્બન બેંકમાં ડિરેક્ટર તરીકે નોકરી કરે છે તો અન્ય એક આરોપી નિવૃત્ત આર્મીમેન છે. બંનેની પૂછપરછ કરતા અનેક ચોકાવનારા ખુલાસાઓ થયા છે તો બંને આરોપીઓએ અમદાવાદના અન્ય લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

શેર બજાર અને આઇપીઓ માં ઓછું રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચમાં આવીને અમદાવાદના એક સિનિયર સિટીઝન વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવી દીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જે ફરિયાદ અનુસંધાને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા હૈદરાબાદના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક સિનિયર સિટિઝન ને તેના નંબર ઉપર એક લિંક મોકલવામાં આવી હતી. Swami Ayyappa Nravula Apparav

અને તેમાં શેર માર્કેટમાં રોકાણ કરવા માટેના ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ આઈપીઓ તેમજ બ્લોકડિલની માહિતી મોકલી રૂપિયાનું રોકાણ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યું હતું. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એક ફોર્મમાં ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની માહિતી ભરવડાવી હતી.

જે બાદ આ એપ્લિકેશનમાં ખોટી રીતે સાત કરોડ થી વધુ નફો બતાવી તેને વિદ્રોલ કરવા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ૮૩ લાખથી વધુની રકમ જમા કરાવડાવી વૃદ્ધ સાથે છેતરપિંડી કરી હતી.

The Ahmedabad Cyber Crime Police on Wednesday arrested a Hyderabad resident for allegedly impersonating the owner of a company, defrauding a client of Rs 86 lakh and then illegally sending the money to foreign bank accounts after converting it to cryptocurrency.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.