Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧૪ વર્ષ સુધીના ૮૦૦ બાળકો ડેન્ગયુના સકંજામાં આવ્યા

છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગયુના નવા ૯૩ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી સીઝન બંધ થયા બાદ પણ મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે. ખાસ કરીને ડેન્ગયુ અને ચીકનગુનીઆના કેસમાં ચિંતાજનક હદે વધારો જોવા મળે છે. ૬થી ૧૩ ઓકટોબર દરમિયાન ડેન્ગયુના નવા ૯૦ જેટલા કેસ કન્ફર્મ થયા છે જયારે ૧પ વર્ષથી નાની વયના લગભગ ૮૦૦ જેટલા બાળકો ડેન્ગયુના સકંજામાં આવી ગયા છે.

ગોતા વોર્ડમાં ડેન્ગયુના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૬૯૯, ઝેરી મેલેરિયા-૮૪, ચીકનગુનીઆ-૧પ૮ અને ડેન્ગયુના-૧૭૯૪ કેસ કન્ફર્મ થયા છે. આમ માત્ર એક સપ્તાહમાં જ ડેન્ગયુના નવા ૯૩ કેસ નોંધાયા છે.

શહેરના મધ્યઝોનમાં ડેન્ગયુના ૧૪ર, પશ્ચિમ-૩ર૪, ઉત્તર-ર૭ર, પૂર્વ- રપ૩, દક્ષિણ-ર૪૩, ઉ.પ.-ર૮૬ અને દ.પ.-૧૭૪ કેસ ડેન્ગયુના નોંધાયા છે. ડેન્ગયુના સકંજામાં નાના બાળકો પણ આવી રહયા છે. ૦ થી ૪ વર્ષ સુધીમાં જોવા જઈએ તો લગભગ ૧૩૦ બાળકો ડેન્ગયુનો ભોગ બન્યા છે.

જયારે ૧૪ વર્ષ સુધીની વયના લગભગ ૮૦૦ બાળકો ડેન્ગયુના રોગચાળામાં સપડાયા છે. ડેન્ગ્યુના કુલ ૭૯૪ કેસ પૈકી ૯૭૩ પુરૂષ અને ૮ર૧ મહિલાઓનો સમાવેશ થાય છે. સરકારી હોસ્પિટલોમાં ૧૪ર૧ અને ખાનગી હોસ્પિટલોમાં ૩૭૩ કેસ ડેન્ગયુના નોંધાયા છે.

શહેરમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ચીકનગુનીઆના પણ નવા ૧૬ કેસ કન્ફર્મ થયા છે. મધ્યઝોનમાં ચીકનગુનીઆના-ર૭, પશ્ચિમ-૩૮, ઉત્તર-રર, પૂર્વ-ર૧, દક્ષિણ-૧૧, ઉ.પ.-રપ અને દ.પ.માં ૧૪ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલોમાં ચીકનગુનીઆના ૮પ અને ખાનગી હોસ્પિટલોમાં ૭૩ કેસ કન્ફર્મ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.