Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગયુના ર૦૦૦ કરતા વધુ કેસ

પ૦ ટકા દર્દીઓમાં ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોનો સમાવેશ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી સીઝન બંધ થયા બાદ પણ મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે. ખાસ કરીને ડેન્ગયુ અને ચીકનગુનીઆના કેસમાં ચિંતાજનક હદે વધારો જોવા મળે છે.

ઓકટોબર દરમિયાન ડેન્ગયુના નવા ૩૮૮ જેટલા કેસ કન્ફર્મ થયા છે જયારે ૧પ વર્ષથી નાની વયના લગભગ ૧૦૦૦ જેટલા બાળકો ડેન્ગયુના સકંજામાં આવી ગયા છે. ગોતા વોર્ડમાં ડેન્ગયુના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૭૫૪, ઝેરી મેલેરિયા-૮૮, ચીકનગુનીઆ-૧૯૪ અને ડેન્ગયુના-૨૦૦૦ કેસ કન્ફર્મ થયા છે.

આમ માત્ર એક સપ્તાહમાં જ ડેન્ગયુના નવા ૯૩ કેસ નોંધાયા છે. શહેરના મધ્યઝોનમાં ડેન્ગયુના ૧૫૯, પશ્ચિમ-૩૪૭, ઉત્તર-૩૧૩, પૂર્વ- ૪૧૫, દક્ષિણ-ર૯૨, ઉ.પ.-૩૦૦ અને દ.પ.-૧૮૩ કેસ ડેન્ગયુના નોંધાયા છે.

ડેન્ગયુના સકંજામાં નાના બાળકો પણ આવી રહયા છે. ૦ થી ૪ વર્ષ સુધીમાં જોવા જઈએ તો લગભગ ૨૭૫ બાળકો ડેન્ગયુનો ભોગ બન્યા છે. જયારે ૧૪ વર્ષ સુધીની વયના લગભગ ૮૦૦ બાળકો ડેન્ગયુના રોગચાળામાં સપડાયા છે. ડેન્ગ્યુના કુલ ૨૦૦૯ કેસ પૈકી ૧૦૮૮ પુરૂષ અને ૯ર૧ મહિલાઓનો સમાવેશ થાય છે. સરકારી હોસ્પિટલોમાં ૧૬૧૧ અને ખાનગી હોસ્પિટલોમાં ૩૯૮ કેસ ડેન્ગયુના નોંધાયા છે.

શહેરમાં ઓકટોબર મહિના દરમિયાન ચીકનગુનીઆના પણ નવા ૧૩૪ કેસ કન્ફર્મ થયા છે. મધ્યઝોનમાં ચીકનગુનીઆના-ર૯, પશ્ચિમ-૪૬, ઉત્તર-૩૦, પૂર્વ-ર૭, દક્ષિણ-૧૯, ઉ.પ.-ર૯ અને દ.પ.માં ૧૬ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલોમાં ચીકનગુનીઆના ૧૦૪ અને ખાનગી હોસ્પિટલોમાં ૧૯૦ કેસ કન્ફર્મ થયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.