અમદાવાદ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે
ધોલેરા તાલુકાના કામાતળાવ, રાહતળાવ, હેબતપુર, ગોગલા અને શોઢી ગામની મુલાકાત લઈ સ્થાનિક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા ખાતરી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
શ્રી વિદેહ ખરેએ તાલુકા વહીવટીતંત્રને સાથે રાખી ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાનું ત્વરિત નિવારણ કર્યું
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ જિલ્લાના છેવાડાના વિસ્તારની મુલાકાત લીધી હતી. શ્રી વિદેહ ખરેએ ધોલેરા તાલુકાના પાંચ જેટલા ગામો કામાતળાવ, રાહતળાવ, હેબતપુર, ગોગલા અને શોઢી ગામની મુલાકાત લઈ સ્થાનિક પ્રશ્નોની માહિતી મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ તાલુકા વહીવટીતંત્રને સાથે રાખી પાંચ ગ્રામ્ય પંથકની મુલાકાત લઈ ત્યાંના પ્રશ્નોની વિગતવાર માહિતી મેળવી સબંધિત અધિકારીઓએ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરી હતી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ત્રણેય ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને હકારત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી અને અમુક પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર્યું હતું.
આ મુલાકાત પ્રસંગે ધોલેરા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકાના પદાધિકારીઓ સહિતના સ્થાનિક વહીવટીતંત્રના લોકો હાજર રહ્યા હતા.