અમદાવાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસ અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad, અમદાવાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ચોથા મંગળ દિવસ અંતર્ગત થીમ મુજબ પૂર્ણા દિવસ અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોમાં ‘રેડ ડોટ ચેલેન્જ’ હેઠળ કિશોરીઓ દ્વારા બ્રેસલેટ બનાવવામાં આવ્યા હતા. સાથે જ, આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓનું વજન અને ઊંચાઈ કરવામાં આવ્યા હતા. કિશોરીઓને પૂર્ણા શક્તિ, ટેક હોમ રાશન(THR)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, આંગણવાડી કાર્યકર દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા વિશેનું માર્ગદર્શન આપી પૂર્ણા શક્તિ, ટેક હોમ રાશન(THR)ના ઉપયોગ અને મહત્વ સાથે હીમોગ્લોબિન અને BMI(બોડી માસ ઈન્ડેક્સ)ની સમજ આપવામાં આવી હતી.