અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ખેલ મહાકુંભ 2023 માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 40,000 થી વધુ રજીસ્ટ્રેશન
મોટી સંખ્યામાં બાળકો રમતોમાં ભાગ લઈને ઇનામ અને મેડલ્સ જીતે તે માટે માઇક્રો પ્લાનિંગ કરાયું
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં 2010માં શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભમાં ચાલુ વર્ષ 2023 માં 12મું સંસ્કરણ રિલીઝ કરવામાં આવ્યું છે. વર્ષ 2010 થી 2023 વચ્ચેની સફર ખૂબ જ આનંદદાયી અને પ્રેરણાદાઈ રહેલ છે.
2010 માં માત્ર 16 લાખ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને છેલ્લા વર્ષમાં સંખ્યા વધીને 55 લાખ જેટલી થઈ હતી. અમદાવાદ જિલ્લાના ડી.ઈ.ઓ અને અમદાવાદ ગ્રામ્ય ડી.પી.ઈઓનો ચાર્જ સંભાળતા રોહિત ચૌધરી દ્વારા આ વર્ષે અમદાવાદ ગ્રામ્યમાં એક અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ખેલ મહાકુંભના ઓપનિંગની 23 તારીખથી શરૂ કરેલા રજીસ્ટ્રેશનનો આજે પાંચમો દિવસ છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સૌથી આગળ પ્રથમ નંબર પર છે. જેમાં 40,000 જેટલું રજીસ્ટ્રેશન કરીને અત્યાર સુધીમાં નવો ઇતિહાસ રચાયો છે. રજીસ્ટ્રેશન ઓપનિંગના ચોથા દિવસમાં 40,000 જેટલું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું.
રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શાળાના શિક્ષકો, સી.આર.સી, બી.આર.સી, કે.ની, ટી.પી.ઈ.ઓ, નોડલ દ્વારા એક મજબૂત ટીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આખી અમદાવાદ ગ્રામ્યની ટીમનો ફાળો છે અને રોહિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ વધારેમાં વધારે બાળકો રમતોમાં ભાગ લે
અને વધારેમાં વધારે ઇનામ અને મેડલ્સ જીતે તે માટે આખી ટીમ દ્વારા બાળકો શિક્ષકો સુધી તમામ માહિતી પહોંચે માર્ગદર્શન મળી રહે તે માટે કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે શાળાથી જિલ્લા સુધી માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલ છે. અમદાવાદ ગ્રામ્યની આખી ટીમ દ્વારા આ સૌ પ્રથમ એક નવો ઇતિહાસ રચાયો છે
જેમાં તમામ ખેલાડીઓ ને પ્રોત્સાહિત અને ઉત્સાહ વધારવા માટે આખી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ખેલકૂદમાં રસ રુચિ વધે અને ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવી શકે તેવો મોકો મળે. તેઓએ એક વિશેષ ધ્યાન આપવા માટે જણાવેલ છે. કે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વધારેમાં વધારે દિવ્યાંગ બાળકો ભાગ લે. તે માટે પણ જણાવ્યું છે.
રમતગમત સંદર્ભમાં આખા જિલ્લાને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા અને ખેલકૂદ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ ટીમવર્કની પહેલ કરવામાં આવી છે. ખેલ મહાકુંભ 2.0 માં અમદાવાદ જિલ્લાના બાળકો વધારેમાં વધારે ઇનામ અને મેડલ્સ જીતે તે માટે અત્યારથી જ આખી ટીમ દ્વારા કોચિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત ચૌધરીના માર્ગદર્શન દ્વારા માઈક્રો પ્લાનિંગની સફળતાનું પરિણામ પ્રથમ ચાર દિવસમાં જ રજીસ્ટ્રેશન કરીને સાબિત થઈ રહી છે અને ખેલ મહાકુંભમાં પણ તમામ શાળાઓ અને ખેલાડીઓ ને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવું આયોજન કરવામાં આવેલ છે.