Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત ૮ સ્થળોએ યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ અંગે નાગરિકોને જાગૃત કરાશે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ૮ સ્થળોએ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત જિલ્લાનાં ૮ સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે ૪.૦૦ થી ૦૮:૧૫ દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે. અમદાવાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં  બ્લેકઆઉટનો સમય રાત્રિના ૮.૩૦થી ૯.૦૦ રહેશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ૮ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ૭મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ ૧૮ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં ૧૦ સ્થળોએ મોકડ્રીલ યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.