Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાની કુલ ર૧ બેઠકો પૈકી ૧૯ પર ભાજપનો કબજાે

અમદાવાદમાં ભાજપનો દબદબો – દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા સિવાય કોંગ્રેસનો સફાયો

દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર-ખાડિયા સીટ પર ઈમરાન ખેડાવાલા ભાજપના ભૂષણ ભટ્ટને હરાવી જીતી ગયા છે. 

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે આંચકાજનક સાબિત થયા છે જ્યારે ભાજપે કર્યો છે અમદાવાદ શહેર ની ૧૬ બેઠકો પૈકી ભાજપ એ ૧૪ બેઠકો પર કબજાે કર્યો છે ૨૦૧૭ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ બે બેઠકો ગુમાવી હતી

જેને ૨૦૨૨ માં સરભર કરી છે જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રેકોર્ડ બ્રેક ૧ લાખ ૯૨ હજાર થી વિજય પ્રાપ્ત કર્યો છે. અમદાવાદ જિલ્લામાંથી કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે શહેરમાં કોંગ્રેસે દરિયાપુર અને બાપુનગર બેઠક ગુમાવી છે.

અમદાવાદ ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમનું રેકોર્ડ તોડી નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે ૨૦૧૭ ની ચૂંટણીમાં ભુપેન્દ્રભાઈ પટેલ ૧ લાખ ૧૭ હજાર મતાની જીત્યા હતા જેની સામે ૨૦૨૨માં ૧,૯૫,૦૦૦ મતની સરસાઈથી જીત્યા છે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને ૨૧૨૬૭ માત્ર મળ્યા છે.

તેવી જ રીતે એલિસબ્રિજ બેઠક પરથી પણ પૂર્વ મેયર અને શહેર પ્રમુખ અમિતભાઈ શાહ ૧,૦૪,૭૯૬ મત થી વિજય થયો છે. અમદાવાદ શહેરની ૧૬ બેઠકો પૈકી ચાર બેઠકો પર કોંગ્રેસનો કબજાે હતો. ભારતીય જનતા પાર્ટી એ ૨૦૨૨ માં કોંગ્રેસ પાસેથી બે બેઠકો આંચકી લીધી છે

દરિયાપુર વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા સીટીંગ ધારાસભ્ય કોંગ્રેસના ગ્યાશુદ્દીન શેખ નો ૫૨૪૩મતથી પરાજય થયો છે આ બેઠક પર કોંગ્રેસ આ ભાજપના કૌશિકભાઈ જૈન ચૂંટણી જંગ જીત્યા છે તેવી જ રીતે બાપુનગર બેઠક પર કોંગ્રેસના પૂર્વ મેયર અને સીટીંગ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પણ પરાજય થયો છે

તેઓ ભાજપના શૂટિંગ કોર્પોરેટર દિનેશભાઈ કુશવાહા સામે હારી ગયા છે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ફાળેમાત્ર બે બેઠકો આવી છે જમાલપુર વિધાનસભા પર ખૂબ જ રસાકસી પર જંગ હોવા છતાં કોંગ્રેસ ના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળાએ તેમની બેઠક જાળવી રાખી છે

આ બેઠક પર ભાજપના ભૂષણભટ્ટ અને મીમ તરફથી સાબીરભાઈ કાબલીવાલા ચૂંટણી લડ્યા હતા ત્રિકોણીય જંગના કારણે પરિણામમાં ઘણી જ અનિશ્ચિતતા જાેવા મળતી હતી તેમજ મીમ પાર્ટીના કારણે કોંગ્રેસની હાર થાય તેવી ચર્ચા પણ ચાલી રહી હતી.

પરંતુ કોરોનાકાળ દરમિયાન કરેલા કામોને મતદારોએ યાદ રાખી ઇમરાન ખેડાવાળાને ૧૩૬૦૦ કરતા વધુ મતોથી જીત અપાવી છે તેવી જ રીતે દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષભાઈ પ્રમાણે પણ તેમની બેઠક જાળવી રાખી છે આ બેઠક પર કોંગ્રેસનો આંતરવિગ્રહ જ કોંગ્રેસ ને નડતરરૂપ થાય તેમ હતો આ બેઠક પર ચતુષ્કોણ એ જંગ હતો તેમ છતાં કોંગ્રેસ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

અમદાવાદ શહેરની અન્ય બેઠકોની વાત કરીએ તો અસારવા બેઠક પર પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા ૫૪૧૭૩ જેટલા મતોથી ચૂંટણી જીત્યા છે ભારતીય જનતા પાર્ટી એ મંત્રી પ્રદીપભાઈ પરમાર ના સ્થાને દર્શના બહેનને ટિકિટ આપી હતી વટવામાં પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ની ટિકિટ આપવામાં આવ્યા બાદ સ્થાનિક કાર્યકરોમાં નિરાશા જાેવા મળતી હતી

તેમ છતાં વટવામાં ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય જીત મેળવી છે આ બેઠક પર ભાજપના બાબુભાઈ યાદવે કોંગી ઉમેદવાર બળવંતસિંહ ગઢવીને ૭૫૦૮૬ મતોથી કારમી હાર આપી છે અમરાઈવાડી વિધાનસભા પર રસાકસીભર્યો જંગ થાય તેવા એંધાણ હતા

પરંતુ આ બેઠક પણ ભાજપે સરળતા થી જીતી લીધી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તદ્દન નવો ચહેરો માનવામાં આવતા ડો.હસમુખભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી તેમણે કોંગ્રેસના ઉમેદવાર ધમભાઈ પટેલને ૪૩૨૭૨ હરાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ ની પેટા ચૂંટણીમાં ધમ ભાઈ પટેલ નો માત્ર ૫૫૦૦ મતથી જ પરાજય થયો હતો.

નિકોલની બેઠક પર મંત્રી જગદીશ વિશ્વકર્મા પપ૧૯૮ તેમજ નારણપુરામાં જીતુ ભગતનો ૯ર૮૦૦ મતથી વિજય થયો છે શરમજનક બાબત એ છે કે નારણપુરામાં કોંગી ઉમેદવાર સોનલબેન પટેલને માત્ર ૧પ૦૬૦ મત મળ્યા છે તેવી જ રીતે ઠક્કરબાપાનગરમાં ભાજપના કંચનબેન રાદડીયાને ૬૩૭૯૯ મતની સરસાઈ મળી છે.

જયારે કોંગી ઉમેદવાર માત્ર રપ૬૧૦ મત મળ્યા છે. નરોડામાં ભાજપના ડો. પાયલ કુકરાણીનો ૮૩પ૧૩ મતોથી વિજય થયો છે અહીં બીજા નંબરે આમ આદમી પાર્ટી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ર૯રપ૪ મત મળ્યા છે.

વિધાનસભા ચૂંટણી- ર૦રરના પરિણામમાં અમદાવાદ જિલ્લામાં ભાજપનો દબદબો રહયો છે. ર૦૧૭ની ચુંટણીમાં ભાજપના ફાળે ર૧ પૈકી ૧પબેઠકો આવી હતી જયારે આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વધુ ૪ બેઠકો પર કબજાે મેળવી લીધો છે તથા અમદાવાદ જિલ્લામાં તેની કુલ બેઠકો ૧૯ થઈ છે. નોંધનીય બાબત એ છે કે અમદાવાદ ગ્રામ્યમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકયુ નથી. વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ સામે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ પણ હારી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.