ત્રણ સ્કૂલો સામે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી
બાકી ફી મુદ્દે મણિનગર-ઓઢવની સ્કૂલોએ વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા-ઓઢવની સ્કૂલને ડીઈઓએ નોટીસ ફટકારી, મણિનગરની નેલ્સનને ખાનગી પુસ્તકોના વેચાણ બદલ રૂ.૧૦ હજારનો દંડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ત્રણ સ્કૂલો સામે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મણીનગરની દુન સ્કુલ ફોર એચીવર્સે અગાઉ ફટકારેલો રૂ.૧૦ હજાર દંડ ન ફટકારવામાં આવ્યો છે. આ સિવાય મણીનગરની નેલ્સન સ્કુલને ખાનગી પ્રકાશનના પુસ્તકોના વેચાણ મુદે દંડ કરાયો છે.
તેમજ ઓઢવની મહારાજા અગ્રેસેન સ્કુલે વિધાર્થીઓની ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા ન દેતા નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓઢવની મહારાજા અગ્રેસન સ્કુલે ફી બાકી હોવાથી વિધાર્થીને પરીક્ષાર્થી વંચીત રાખવામાં આવ્યો હોવાની ફરીયાદને પગલે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારીએ સ્કુલને નોટીસ ફટકારી છે.
જેમાં જણાવાયું છે કે, નિયમ ભંગ બદલ સ્કુલને દંડ કેમ ન કરવો તે અંગે એક દિવસમાં ખુલાસો કરવો અન્યથા સ્કુલ સામે નિયમાનુસારની કાર્યવાહી કરાશે. વાલીએ કરેલી ફરીયાદ અનુસાર તેમનું બાળક સ્કુલમાં ભણે છે. અને હાલમાં પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા વખતે વિધાર્થીઓ પાસે ફરજીયાત એકઝામ પાસ હોવો જરૂરી છે. જેથી વિધાર્થી પાસે એકઝામ પાસ ન હોવાથી તેને પરીક્ષા આવા દેવામાં આવી ન હતી.
એકઝામ પાસ અંગે વાલીએ તપાસ કરતા છ માસની ફી ભરેલી હોય તો જ એકઝામ પાસ આપવામાં આવતી હોય છે. જયારે વાલીઓ ૩ માસની ફી ભરી હોવથી તેમના બાળકને એકઝામ પાસ આપવામાં આવ્યો ન હતો. આઅમ સ્કુલ દ્વારા એડવાન્સ ફી માગવામાં આવી હોવાની આક્ષેપ વાલીએ કર્યો હતો. આ ઉપરાંત મણીનગરમાં આવેલી નેલ્સન સ્કુલને ખાનગી પ્રકાશનના પુસ્તકો મુદે નોટીસ અપાઈ હતી.
જેમાં સ્કુલે રજુ કરેલો ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો. અને રૂ.૧૦ હજારનો દંડ કરાયો છે. મણીનગરમાં જ આવેલી દૂન સ્કુલ ઓફ એચીવર્સના દંડમાં વધારો કરાયો છે. સ્કુલ બેઝમેન્ટમાં વર્ગો ચલાવતી હતી અને ફાયર સેફટીના સાધનો એકસપાયરી ડેટવાળા તેમજ ઈલેકટ્રીક વાયર ખુલ્લા હોવાનું જણાઈ આવ્યું હતું.
તપાસના અંતે સ્કુલને રૂ.૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો પરંતુ સ્કુલે દંડની રકમ ભરી ન હોવાથી જીલ્લા શિક્ષણાધિકારીએ દંડની રકમ વધારીને રૂ.રપ હજાર કરી છે. અને રકમ બે દિવસમાં ભરવા સ્કૂલને તાકીદ કરી છે.