વિશ્વ વિરાસત દિવસે અમદાવાદમાં ઐતિહાસિક સ્ટીમ ઈંજિનનું પ્રદર્શન

અમદાવાદ: વિશ્વ વિરાસત દિવસની ઉજવણીની અનોખી રીતે કરી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાની ઐતિહાસિક સ્ટીમ ઈંજિન અને સ્ટીમ ક્રેનને જનતા સમક્ષ પ્રદર્શિત કરી, રેલવેના ગૌરવમય ભૂતકાળની સમૃદ્ધ વારસાને ઉજાગર કરી હતી. Ahmedabad Division celebrates World Heritage Day with iconic steam engine display
આ ખાસ કાર્યક્રમમાં ભારતની રેલવે વારસામાં રેલવેના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. પ્રેમપૂર્વક જતન અને જાળવણી કરાયેલો ઐતિહાસિક સ્ટીમ ઈંજિન અમદાવાદ મંડળ કાર્યાલય, સાબરમતી અને ગાંધીધામ રેલવે સ્ટેશન જેવા વિવિધ સ્થળોએ પ્રદર્શિત કરાયો હતો. વિવિધ વય જૂથના મુલાકાતીઓ, રેલવે પ્રેમીઓ અને વારસા રસિકોએ આ પ્રસંગે હાજરી આપી.
આ સ્ટીમ ઈંજિન રેલ પ્રવાસના સુવર્ણ યુગનું પ્રતીક છે, જે ભારતની એન્જિનિયરિંગ કળાનું તેમજ ભારતીય રેલવેની આગવી દૃષ્ટિનું પ્રતિબિંબ છે. પશ્ચિમ રેલવે નવા અને આધુનિક બેસિક ઢાંચા તરફ આગળ વધી રહી છે તેમ છતાં તે તેની વારસાગત સંપત્તિને સાચવી અને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા પણ ધરાવે છે.
અમદાવાદ મંડળ કાર્યાલય ખાતે હેરિટેજ સ્ટીમ ઈંજિન અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર હેરિટેજ સ્ટીમ ક્રેનનું પ્રદર્શન ખાસ આકર્ષણ રહેલું.