Western Times News

Gujarati News

અમદાવાદના ડોક્ટરે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરી પેટના કેન્સરથી પીડાતી 60 વર્ષની વૃદ્ધાનો જીવ બચાવ્યો

  • ડો. નીતિન સિંઘલના નેતૃત્વ હેઠળની ટીમે આધુનિક દા વિન્સી રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેટના પોલાણ પાછળના સંવેદનશીલ ભાગમાંથી 8 સેમી લાંબી ગાંઠ દૂર કરી
  • આ ગાંઠ એક પડકારજનક જગ્યાએ હતી જેને કાઢવી મુશ્કેલ હતી. જોકે રોબોટિક-આસિસ્ટેડ સર્જરીથી સર્જિકલ તકલીફ ઓછી થઈ, લોહી વહી જવાનું પ્રમાણ ઘટ્યું અને ઝડપથી રિકવરી મળી
  • પશ્ચિમી ભારતમાં આ પ્રકારની પ્રથમ રોબોટિક-આસિસ્ટેડ સર્જરી હાથ ધરાઈ છે

અમદાવાદ, 03 એપ્રિલ, 2025 – અમદાવાદના જાણીતા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. નીતિન સિંઘલના નેતૃત્વ હેઠળના ડોક્ટર્સની ટીમે જવલ્લે જ જોવા મળતા અને જટિલ કેન્સરની સફળતાપૂર્વક સર્જરી હાથ ધરીને રેટ્રોપેરિટોનિયમથી એક જીવલેણ ગાંઠ દૂર કરી હતી.

Ahmedabad doctor performs first-of-its-kind robotic-assisted surgery to save 60-year-old woman with rare abdominal cancer

પેટના પોલાણની પાછળ આવેલા આ ભાગમાં ડ્યુઓડેનમ, સ્વાદુપિંડ, મુખ્ય રક્તવાહિનીઓ (એઓર્ટા, ઇન્ફિરિયર વેના કાવા), કિડની અને મૂત્રાશય જેવા મહત્વના અંગો આવેલા હોય છે. આ સર્જરીએ સર્જિકલ ઓન્કોલોજીમાં થયેલા સુધારા અને જટિલ કેસોમાં રોબોટિકની મદદથી થતી પ્રોસીજરની સંભાવના દર્શાવી છે.

60 વર્ષીય વૃદ્ધા સતત પેટના દુઃખાવાથી પીડાતા હતા અને તેમના પર સિટી સ્કેન સહિતના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હાથ ધરાયા હતા. પરિણામોમાં જાણવા મળ્યું હતું કે તેમને ખૂબ જ જટિલ ભાગે 8 સેમીની એક ગાંઠ હતી જે શરીરની સૌથી મોટી નસ (આઈવીસી) આસપાસ વીંટળાયેલી હતી અને નાના આંતરડાની નજીક હતી.

તે કિડનીમાંથી (જમણા મૂત્રમાર્ગ) પેશાબને લઈ જતી નળી સાથે પણ ચોંટેલી હતી અને લોહીને અંડાશય (રાઇટ ગોનાડલ વેઇન) તરફ લઈ જતી નસની ફરતે પણ વીંટાયેલી હતી.

આ ગાંઠ આટલી પડકારજનક જગ્યા હતી, પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાનું મોટું જોખમ હતું અને આવા કેસોમાં શક્ય એટલી ઓછી ઇન્વેઝિવ ટેક્નિક્સનો ઉપયોગ કરવાની દુર્લભતા હોવા છતાં ડોક્ટર્સે રોબોટિક-આસિસ્ટેડ અભિગમ પસંદ કર્યો હતો.

ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે “સર્જરીની ઈજા ઓછી કરવા અને રિકવરીનો ટાઇમ ઘટાડવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવાયો હતો. ખાસ કરીને દર્દીનો ડાયાબિટીસ અનિયંત્રિત હતો અને સી-સેક્શન માટે જટિલ લેપ્રોટોમીના ઇતિહાસને જોતાં, જેના લીધે પેટના ભાગે નોંધપાત્ર ડાઘ અને bowel adhesions થયા હતા.”

સર્જિકલ ટીમે અદ્યતન દા વિન્સી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ જ પ્રકારના નુકસાન વિના પેશાબની નળી (યુરેટર) અને નાના આંતરડામાંથી ગાંઠને અસરકારક રીતે દૂર કરી હતી.

શરીરની સૌથી મોટી નસ (આઈવીસી) માં એક નાના ચીરાને રોબોટિક સહાયનો ઉપયોગ કરીને ઝડપથી સીવવામાં આવ્યો હતો, અને લોહી વહી જવાનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરીક્ષણોએ વધુ પુષ્ટિ આપી કે ગાંઠ leiomyosarcoma હતી, જે પેટના ભાગે થતું ઉચ્ચ-કક્ષાનું કેન્સર હતું.

આ પ્રોસીજર અગે ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે “દર્દીને ત્રીજા દિવસે જ રજા આપવામાં આવી હતી, જે આટલી મોટી સર્જરી માટે નોંધપાત્ર બાબત છે. આટલી ઝડપી રિકવરી સાથે, દર્દીને બિલકુલ રાહ જોવી પડી નહોતી. તેઓ ત્રણ અઠવાડિયામાં જ કીમોથેરાપી પર પાછા આવી ગયા હતા. કોઈપણ કાર્સિનોમાના કેસમાં, ગાંઠને વહેલા દૂર કરવી અને શક્ય તેટલી વહેલી તકે કીમોથેરાપી શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અભિગમ લાંબા ગાળાના હકારાત્મક પરિણામની શક્યતાઓને નોંધપાત્ર રીતે સુધારે છે.”

ગાંઠની પ્રકૃતિ અને સ્થાનને કારણે આ કેસ અપવાદરૂપે દુર્લભ હતો. ડો. નીતિન સિંઘલે નોંધ્યું હતું કે “આવા કિસ્સા અત્યંત અસામાન્ય છે અને પશ્ચિમ ભારતમાં આ પ્રકારની આ પહેલી સર્જરી છે. વૈશ્વિક સ્તરે આ સાઇઝની પેટની દિવાલની ગાંઠો માટે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી ખૂબ ઓછા પ્રમાણમાં કરવામાં આવી છે.”

દર્દીએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “હું ડો. નીતિન સિંઘલ અને સમગ્ર સર્જિકલ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમની કુશળતા અને અદ્યતન સારવાર અભિગમે મને આ પ્રોસીજરમાંથી પસાર થવાનો આત્મવિશ્વાસ આપ્યો હતો અને મને કોઈ જ વિલંબ વિના કીમોથેરાપી ફરી શરૂ કરવાથી રાહત થઈ છે.”

અદ્યતન રોબોટિક ટેકનોલોજી અને સર્જિકલ કુશળતા સાથે ડો. સિંઘલ દ્રઢપણે જણાવે છે કે ઊંચું જોખમ ધરાવતા દર્દીઓ પણ ઝડપી રિકવરી, ઓછી પીડા અને ઓછામાં ઓછા ડાઘ સાથે રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરાવી શકે છે.

તેમણે સમયસર નિદાન અને સારવારના મહત્વ પર પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે “આ કેસ દુર્લભ કેન્સર વિશે જાગૃતિની જરૂરિયાત અને ઝડપી હસ્તક્ષેપના મહત્વ પર ભાર મૂકે છે. સર્જરીથી કીમોથેરાપીમાં ઝડપી સંક્રમણ સુનિશ્ચિત કરીને, અમે દર્દીઓની લાંબા આવરદા માટેની શ્રેષ્ઠ તક આપી શકીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.