અમદાવાદ ફાયર વિભાગને એક વર્ષમાં ૪૪ હજારથી વધુ કોલ મળ્યા
ડેડબોડીવાનના રર હજારથી વધુ એમ્બ્યુલન્સના ૧પ હજારથી વધુ કોલ
અમદાવાદ, વર્ષ-ર૦રરના પુરા થયેલા વર્ષમાં અમદાવાદ ફાયર વિભાગ તરફથી અમદાવાદ શહેર અને શહેરના બહારના વિસ્તારમાં ૪૪ હજારથી પણ વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. એટેન્ડ કરવામાં આવેલા કોલમાં ડેડબોડીવાનના રર હજારથી વધુ અને એમ્બ્યુલન્સના ૧પ હજારથી પણ વધુ કોલનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી-ર૦રરથી ડીસેમ્બર સુધીના એક વર્ષમાં અમદાવાદ ફાયર વિભાગને મ્યુનિસીપાલ કોર્પોરેશન હદ તથા હદ બહારના વિસ્તારમાંથી ડેડબોડીવાન એમ્બ્યુલન્સ ઉપરાંત અંગારકોલની સાથે રેસ્કયુ કોલ તેમજ વર્ષ દરમ્યાન સતત ચાલતી પક્ષીઓના રેસ્કયુ અંગેના કુલ કોલની સંખ્યા વર્ષના અંતે ૪૪૯૬૩ સુધી પહોચી હતી. ડેડબોડીવાનના વર્ધી અંગેના શહેર હદ અઅને બહારના વિસ્તારમાંથી કુલ રર૮૩૦ જયારે એમબ્યયુલના કુલ મળીને ૧પ૦૯પ કોલ મળવા પામ્યા હતા.
વર્ષ દરમ્યાન અમદાવાદમાંથી શહેરમાંથી કુલ ૧૯૧પ તથા શહેરના બહારના વિસ્તારમાંથી ૭૬ અંગારકોલ મળ્યા હતા. વિવિધ પ્રકારના મળતા રેસ્કયુ કોલ મ્યુનિ. હદ વિસ્તારમાંથી ૧૪રપ જયારે શહેર બહારના વિસ્તારમાંથી પંચાવન કોલ મળ્યા હતા. અમદાવાદ ફાયર વિભાગ તરફથી દર વર્ષે ઉત્તરાયણ પર્વ અને એ સિવાયના સમયમાં પણ વિવિધ વિસ્તારમાંથી મળતા પક્ષીઓઅને બચાવવા અંગેના રેસ્કયુ કોલ એટેન્ડ કરવામાં આવે છે.