Western Times News

Gujarati News

અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી સામે અપરણિત યુવતીની અરજી

આઈપીએસ અધિકારીએ અપરિણીત હોવાનું જણાવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં એક આઈપીએસ અધિકરીઓને અપરણીત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ અપરણીત હોવાની વાત કરી યુવતી સાથે સંબંધ રાખ્યા હતા. આઅ આઈપીએસ અધિકારી સામે દુષ્કર્મની અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ આ આઈપીએસ અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચુકયા છે. અમદાવાદમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે એક ફરીયાદને લઈને યુવતી તેમને ૩થી૪ વખત મળવા આવી હતી. આ દરમ્યાન આઈપીએસ અધિકારીએ યુવતી પાસેથી તેનો નંબર લીધો હતો. થોડા દિવસ બાદ પર્સનલ નંબરથી આઈપીએસએ યુવતીનું ગુડ મોનીગ ગુડ નાઈટ જેવા તમામ મેસેજ કરીને યુવતી સાથે વાતચીત કરતા હતા.

એક દિવસ આઈપીએસ યુવતીને કહયું કે, હું અપરણીત છું મને તું ગમે છે. મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યારબાદ અધિકારીએ પ્રપોઝ કરીને યુવતીએ ઈમ્પ્રેશ કરીને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા થોડા મહીનાઓ બાદ આઈપીએસની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઈ હતી.

બાદમાં આઈપીએસ કયારેક કયારેક યુવતી સાથે વાતચીત કરતા હતા. જો કે, એક દિવસ આઈપીએસએઅ વોટસએપ સ્ટેટસ પર તેમના દીકરાનો ફોટો મુકયો હતો. અને તે યુવતી જોઈ જતા આઈપીએસ પરણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. યુવતીએ તાત્કાલીક આઈપીએસ સાથે સંબધ તોડી નાંખ્યા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે રહેવા લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી.

ત્યારબાદ આઈપીએસની બદલી થતાં તેમણે યુવતીને ફોન કરી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા તેમા આઈપીએસના ત્રાસથી કંટાળીને યુવતીને સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરીવારજનોને કરી હતી. આ અંગે યુવતી તેના પતી સહિત પરીવારજનોને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટસ ઓથોરીટીને ઈમેલ કરીને જાણ કરી તેમજ ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ડીજીપી કાર્યાલયમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.