શિરડી દર્શને ગયેલા અમદાવાદના મિત્રોની કારને અકસ્માત
ચિખલી પાસે શેરડીની ટ્રકને અથડાતા કાર કેનાલમાં પડી
ચીખલી, અમદાવાદ જીલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચીખલી વાંસદા માર્ગ ઉપર કુકેરી ગામની સીમમાં શેરડીથી ભરેલી ટ્રક કાર સાથે અથડાતા કાર નજીકમાં આવેલી કેનાલમાં પડી હતી. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. અને ત્રણે ઈજા થવા પામી હતી.
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના મિત્રો કારમાં શિરડી સાંઈબાબાના અને શનિદેવના દર્શન કરી સાપુતારા રોકાયા હતા. બાદમાં બુધવારે સવારે સાપુતારાથી અમદાવાદ આવતા ચિખલી વાંસદા રોડ પર પ્રતાપનગરથી રાનકૂવા જવાના માર્ગ પર કુકેરી ગામની સીમમાંથી પસાર થઈ રહ્ હતા
એ સમયે ટ્રકના ચાલકે ટ્રક ગફલતભરી રીતે ચલાવી લાવી ડીવાઈડર પર ચઢ્ાવી દેતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કાર ત્રણથી ચાર પલટી મારી ત્યાંથી પસાર થતી ચાપલધરા-દોણજા સિંચાઈ કેનાલમાં ફંગોળાઈને પડી હતી.
ઈનોવા સવારોએ બુમાબુમ કરીમુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં પડેલ કારમાં સવારોને બહાર કાઢતા ઘનશ્યામભાઈ ટોટાનુૃ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ચીખલીની સરકારી હોસ્પીટલમાં લવાતા પ્રકાશભાઈ પટેલનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતુ.
તેમજ નારણભાઈ ભરવડા, અરવિંદભાઈ ઠાકોર અને નરેન્દ્રભાઈ ઠાકોરને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ચીખલીની સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.
અકસ્માતની ફરીયાદ મનિષભાઈ ધીરૂભાઈ પટેલે ચીખલી પોીસ મથકમાં ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરીયાદ આપતાં ચીખલી પોલીસેે ગુનો નોંધી વધુ તપાસ હાથધ રી છે. અકસ્માતના પગલે વાહન વ્યવહારને અસર પડી હતી. લોકોના ટોળેટોળા અકસ્માત સ્થળે દોડી આવી કેનાલમાં પડેલા મિત્રોને બહાર કાવા યુધ્ધના ધોરણે સેવા પૂરી પાડી હતી. ટ્રક ચાલક સ્થળ પરથી ટ્રક મુકીને ફરાર થઈ જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.