Western Times News

Gujarati News

શહેરીજનો દ્વારા દસ દિવસમાં ૨૨૬૫૮ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી

File

મ્યુનિસિપલ કોર્પોરેશને વિસર્જિત મૂર્તિઓનો સંપૂર્ણ આસ્થા સાથે નિકાલ કર્યો

( પ્રતિનિધિ)અમદાવાદ,  શહેરમાં ૭ સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી તહેવારથી નાગરિકો દ્વારા તેઓનાં ઘરોમાં અને ૬૦૦ થી વધારે વિવિધ લોકેશનો પર નાનાં-મોટાં પંડાલો ઉપર સામૂહિક ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરી છે. જેને એક દિવસથી લઈને દસ દિવસ સુધી વિસર્જન કરવામાં આવી છે. નાગરીકો દ્વારા સ્થાપિત કરેલ મૂર્તિઓને નદીઓ કે જળાશયોમાં વિસર્જન કરવામાં ન આવે

અને પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ૪૪ થી વધારે લોકેશનો પર ૪૯ જેટલા કૃત્રિમ વિસર્જન કુંડો બનાવવામાં આવ્યા છે જ્યાં નાગરીકો ગણેશજીની મૂર્તિઓને વિસર્જિત કરતાં હોય છે. એક અંદાજ મુજબ દસ દિવસ માં નાગરિકો એ ગણપતિ મૂર્તિ ના વિસર્જન કર્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેંટ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી ના જણાવ્યા મુજબ નાગરિકો ઘ્‌વારા વિસર્જન કુંડમાં જે મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે તેના એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે દરેક વિસર્જન કુંડ પર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજેરોજ વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિઓને કામદારો દ્વારા એકત્ર કરી વ્યવસ્થિત રીતે પિરાણા ખાતે આ માટે નક્કી કરવામાં આવેલ અલાયદી જગ્યા પર મોકલી આપી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહયો છે.

શહેરના બાપુનગર ગણપતિજી મંદિર પાસે, બોડકદેવ ખાતેના વસ્ત્રાપુર તળાવ પાસે, વેજલપુરમાં બકેરી સિટી, ઓઢવ ખાતે ગજાનંદ સર્કલ પાસે તેમજ ખોખરા દક્ષિણી સોસાયટી ખાતે અને ખાડીયામાં નવા વાસ પાસે જેવા શહેરભરમાં આવેલા ૪૮ જેટલા ગણપતિજીના પંડાલોમાં કે જ્યાં મોટી સંખ્યામાં ભાવિભક્તો હાજર રહેતા હોય તેને ધ્યાને રાખી તેઓ દ્વારા ભગવાનને ચઢાવવામાં આવતો ફૂલ – પૂજાપા તેમજ ચુંદડી – પીતાંબર જેવી પુજા સામગ્રીનો ઉત્પન્ન થતો

નિર્માલ્ય ૦૩ પ્રકારે અલગ અલગ કરીને આપવામાં આવે તે અંગે મોટા પાયા પર જનજાગૃતિ અંગેનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ તથા આજ પ્રકારે ૦૩ અલગ-અલગ ડબ્બાઓ દરેક વિસર્જન કુંડ ખાતે મૂકવામાં આવેલ છે. વધુમાં આ પ્રકારથી એકત્ર કરવામાં આવનાર નિર્માલ્યને પરિવહન કરવા સારું ૦૭ ઝોનમાં ૦૭ ધાર્મિક પૂજાપા નિર્માલ્ય કલેક્શન વાન પણ કાર્યરત કરવામાં આવી છે.

૬ સપ્ટેમ્બર સુધીમાં નાગરીકો દ્વારા ૦૭ ઝોનમાં આવેલા ૪૪ જેટલા વિસર્જન લોકેશનો પરનાં ૪૯ વિસર્જન કુંડો પર વિસર્જિત કરવામાં આવેલ અંદાજિત ૨૨૬૫૮ જેટલી મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.