Western Times News

Gujarati News

રીક્ષામાં પેસેન્જરોને બેસાડી કિંમતી ચીજવસ્તુઓ ચોરતી અમદાવાદની ગેંગ નડિયાદમાં પકડાઈ

અબ્દુલ ઉમર અરબ (રહે.વટવા, અમદાવાદ), શાબાઝખાન ફિરોઝખાન પઠાણ (રહે.વડોદરા), મંહમદઅલીખાન છોટેખાન પઠાણ (રહે.કડી, મહેસાણા), મોનીસ ઉર્ફે મોહસીન યામીન મન્સૂરી (રહે.વટવા, અમદાવાદ) અને મુસ્કાન મોનીસ ઉર્ફે મોહસીન મન્સૂરી (રહે?.વટવા, અમદાવાદ) નો સમાવેશ થાય છે.

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં રીક્ષામાં પેસેન્જરોને બેસાડી કિંમતી ચીજવસ્તુઓ તફડાવતી સક્રિય થયેલી ગેંગ નડિયાદ ટાઉન પોલીસના હાથે પકડાઈ છે. ત્રણ દિવસ પહેલા બનેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે અને પોલીસે ૫ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આ પાંચેય પૈકી બે લોકો કાગડાપીઠ અને કલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા હતા. જ્યારે આ ટોળકી બે ઈસમો સામે ૧૪ જેટલા ગુનાઓ ભૂતકાળમાં નોધાયા છે.

નડિયાદ શહેરમાં ત્રણ દિવસ અગાઉ કોલેજ રોડ પરની ખાનગી સ્કૂલના મહિલા ક્લાર્ક રીક્ષાની રાહ જોઈ બેઠા હતા. આ દરમિયાન ઉત્તરસંડા તરફથી આવેલી રીક્ષામા બેસી મોટી માર્કેટ આવતા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા સભ્યોએ ચાલાકીથી મહિલાને જાણ બહાર પર્સમાંથી રૂપિયા ૪૪ હજાર ઉપરાંતની રકમ કાઢી લીધી હતી અને અધવચ્ચે મહિલાને ઉતારી દીધી હતી.

આ બનાવ મામલે ગતરોજ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે ગુનાનું પગેરું મેળવવા CCTVની પણ મદદ લીધી હતી. દરમિયાન આ મહિલા જે રીક્ષામાં બેઠેલી હતી તે રીક્ષાનો નંબર ય્ત્ન ૦૭ છ્‌ ૬૧૧૦ પોલીસના હાથે લાગ્યો હતો.

બીજી તરફ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ બાતમી વાળી રીક્ષા હાલ વડોદરાથી નીકળી અમદાવાદ તરફ જાય છે અને થોડી વારમાં નડિયાદ શહેરના ડીમાર્ટથી હેલીપેડ થઈને બીલોદરા તરફ જવાની માહીતીના આધારે પોલીસે હેલીપેડ પાસેથી આ રીક્ષાને ઝડપી લીધી હતી.
રીક્ષા ચાલક સહિત ૫ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

જેમાં અબ્દુલ ઉમર અરબ (રહે.વટવા, અમદાવાદ), શાબાઝખાન ફિરોઝખાન પઠાણ (રહે.વડોદરા), મંહમદઅલીખાન છોટેખાન પઠાણ (રહે.કડી, મહેસાણા), મોનીસ ઉર્ફે મોહસીન યામીન મન્સૂરી (રહે.વટવા, અમદાવાદ) અને મુસ્કાન મોનીસ ઉર્ફે મોહસીન મન્સૂરી (રહે?.વટવા, અમદાવાદ) નો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી અને ચોરી કરેલા નાણાં પોલીસે રીકવર કર્યા છે.

વધુમાં પોલીસે આ પાંચેય પૈકી આરોપી અબ્દુલ અરબ પોતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં અને આરોપી મંહમદઅલીખાન પઠાણ કલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ હતા. આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ ૧૪ જેટલા ગુનાઓ પણ નોધાઈ ચૂક્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.