Western Times News

Gujarati News

ટ્રેનમાં સામે બેઠેલા યુવકે ચેનચાળાં કર્યા-યુવતીએ વીડિયો બનાવી રેલમંત્રીને મોકલી દીધો

Files Photo

યુવતી ઉદયપુર-ઇન્દોર એકસપ્રેસમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન યુવક તેની સામે આવીને બેસી ગયો હતો

વડોદરા, ઉદયપુરથી ઇન્દોર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની યુવતી મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન યુવતીની સામે બેઠેલા એક યુવકે બીભત્સ વર્તન અને ચેનચાડા કર્યા હતા. જેથી યુવતીએ તેનો વીડિયો બનાવીને તે ક્લિપ રેલવે મંત્રી પિયુષ ગોયલને ટિ્‌વટ મારફતે મોકલી હતી. Ahmedabad girl send video to Railway minister Piyush Goyal.

જેથી હવે વીડિયોમાં દેખાઇ રહેલા યુવકની CCTV ફૂટેજને આધારે શોધખોળ થઇ રહી છે. આ યુવતી ઉદયપુર-ઇન્દોર ઇન્ટરસીટી એકસપ્રેસમાં (Girl travelling from Udaipur Indore Intercity Express) મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક યુવક તેની સામે આવીને બેસી ગયો હતો. જે બાદ તેની સામે જાેઇને બીભત્સ હરકતો કરી રહ્યો હતો.

જેનો વીડિયો બનાવીને યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને મોકલ્યો હતો. આ યુવતીએ ટ્રેન નંબર અને કોચનો નંબર પણ લખ્યો હતો. જે બાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને તે કોચમાં પહોંચી હતી પરંતુ યુવાન મળ્યો ન હતો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. યુવતીઓને એકલી જાેઇને અવારનવાર આવી ઘટના સામે આવે છે.

થોડા દિવસ પહેલા જ અમદાવાદના વાડજમાં રહેતી અને એમબીએનો અભ્યાસ કરતી યુવતી સાથે પડોશમાં રહેતો યુવકની બિભત્સ હરકતો કરતો હોવાની ઘટના સામે આવી હતી. યુવાને બપોરે ઘરમાં ઘૂસી આવીને યુવતીની છેડતી કરી હતી.

આ બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂના વાડજમાં ચાલીમાં રહેતી અને એમબીએનો અભાસ કરતી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં રાજેશ નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી. તારીખ ૨૫ના રોજ યુવતી તેની બહેનપણી સાથે ઘર આગળ પકોડી ખાતી હતી

આ સમયે યુવકે આવીને હાથ પકડીને બિભત્સ હરકતો કરી હતી. એટલું જ નહી બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગે યુવતી ઘરમાં એકલી હાજર હતી ત્યારે તે અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને હાથ પકડીને તેની તરફ ખેંચીને છેડતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.