ગોમતીપુરની 42 ચાલી/પોળમાં છ મહિનાથી સપ્લાય પ્રદુષિત પાણી
ઉષા સિનેમા રોડ ઉપર અને અન્ય મુખ્ય પાણીની લાઈનમાં કેમીકલયુકત પાણીની ફરીયાદોએ વિકરાળ સ્વરૂપ લીધુ છે.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રદુષિત પાણી ની સમસ્યા વકરી રહી છે. જેના કારણે કોલેરા જેવા ગંભીર રોગના કેસ વધી રહયા છે.તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે. શહેરના શ્રમજીવી વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધુ જોવા મળે છે. પૂર્વ વિસ્તારના ગોમતીપુર વોર્ડની 40 કરતા વધુ ચાલી/પોળો માં છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી સપ્લાય થઈ રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.
ગોમતીપુર પુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ તેમના વોર્ડમાં લગભગ 6 મહિનાથી (૧) નાગપુર વોરાની ચાલી, (૨) અમન નગર અને ટોપી મીલની ચાલી, (૩) શકરા ધાંચીની ચાલી, (૪) પાકવાડો, (૫) ચાર નળની ચાલી, શમસેરબાગ, (૬) સુથારવાડો (૭) પીઠાવાળી ચાલી,(૮) નુરભાઈ ધોબીની ચાલી, (૯) ડોકટરની ચાલી, (૧૦) વકીલની ચાલી (૧૧) મોદીની ચાલી અને પાંચ મિનારા મસ્જીદની ચાલી,
(૧૨) બાઈ હલીમાની ચાલી, (૧૩) સુવા પંખીની ચાલી (૧૪) શાંતિનગર(૧૫) શંભુ પટેલની ચાલી (૧૬) ભારતીય નગર, (૧૭) વાજા વાળી ચાલી (૧૮) અંસાર નગર, (૧૯) હસન મસ્જીદ વિશ્વનાથ નગર, (૨૦) ભવાની ચોક, અન્સારનગર (૨૧) હાજી ગફફારની ચાલી (૨૨) દેવી પ્રસાદની ચાલી (૨૩) મણિયાર વાડો (૨૩) જૈન દેરાસર વાસ (૨૪) જીવરામ ભટ્ટની ચાલી (૨૫) નાનો વાસ અને મોટો વાસ (૨૬) નગરી મીલ સામે ૦૭ ચાલીઓ
(૨૭) મુસા સુલેમાનની ચાલી (૨૮) ખાડા વાળી ચાલી (૨૯) શેઠ કોઠાવાળા વોરાની ચાલી (૩૦) રણજીત સોલંકીની ચાલી (૩૧) મુનીર શેઠનો ટેકરો (૩૨) હોજવાળી મસ્જિદનો સમગ્ર મહોલ્લો (૩૩) ચંપા મસ્જિદની ચાલી (૩૪) પી.કસ્ટડીયાની ચાલી (૩૫) ભોગીલાલની ચાલી (૩૬) મોહનલાલની જુની અને નવી ચાલીઓ (૩૭) પટેલની ચાલી (૩૮) જયા લક્ષ્મીના ડહેલાની ચાલી
(૩૯) વાજાવાળી ચાલી (૪૦) સોનીની ચાલી (૪૧) ચોકસીની ચાલી (૪૨) ગોમતીપુર ગામની પોળો વિગેરે અસંખ્ય ચાલીઓમાં અત્યંત દુર્ગંધ મારતું અને કેમીકલયુકત પ્રદુષિત પીવાના પાણીથી નાગરિકો હાડમારીનો સામનો અને અનેક બિમારીઓમાં સપડાયેલા જોવા મળે છે. જેના કારણે નાગરિકોના જાહેર આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થવા પામેલ છે. જે અત્યંત ગંભીર બાબત છે.
આ અંગે તંત્રને વારંવાર મૌખિક, લેખિત અને શોસ્યલ મીડીયા મારફત ફરીયાદો કરવામાં આવી છે. પરંતુ પરિણામ શૂન્ય છે. તંત્ર દવારા માત્ર પાણીના સેમ્પલ સવારે પોણા સાત અને સાતની વચ્ચે લેવામાં આવે છે. પાણીના લીકેજીસ અને જોઈન્ટમાં ટી બેન્ડ અને જોડાણમાં માત્ર શિશાને બદલે ભીંડી લગાવવામાં આવે છે. પરંતુ જો શિશાનો ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષિત આવતાં પીવાના પાણીનું કાયમી ધોરણે નિકાલ થઈ શકે.
વધુમાં ઉષા સિનેમા રોડ ઉપર અને અન્ય મુખ્ય પાણીની લાઈનમાં કેમીકલયુકત પાણીની ફરીયાદોએ વિકરાળ સ્વરૂપ લીધુ છે. ગંભીર બાબત તો એ છે કે, મોટાભાગની ચાલીઓમાં કલોરીન અનફીટ આવે છે. જે સંદર્ભે આરોગ્ય વિભાગ દવારા માહિતી આપવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.